કોલકાતા રેપ-હત્યાનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સામે આવ્યો:રેપ થયો છે એ ફાઈનલ, પીડિતાનું ગળું દબાવી હત્યા કરાઈ; સુપ્રીમે સુઓમોટો લીધો, કાલે સુનાવણી
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સેમિનાર હોલમાં 9 ઓગસ્ટ, 2024ના રોજ પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઇની ડૉક્ટર મૃત હાલતમાં મળી આવી હતી. રેપ બાદ તેની હત્યા કરવામાં આવી હતી. આ મામલે હવે વિગતવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે, જે પીડિતા સાથે કરવામાં આવેલી નિર્દયતાને દર્શાવે છે. પીએમ રિપોર્ટ મુજબ, મૃતકના શરીર પર 14થી વધુ ઈજાના નિશાન હતા. કોઈ ફ્રેક્ચર જોવા મળ્યું નથી. પીડિતાના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા
માથા પર, બંને ગાલ, હોઠ (ઉપર અને આંતરિક), નાક, જમણું જડબા, ગરદન (એપિગ્લોટિસની નજીક અને ઉપર), ડાબો હાથ, ખભા, ઘૂંટણ, પગની ઘૂંટી અને પ્રાઈવેટ પાર્ટ પર ઈજાના નિશાન મળી આવ્યા છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે શરીરના ઘણા ભાગોમાં લોહીના ગઠ્ઠા હતા. આ સાથે ફેફસામાં રસ્તસ્ત્રાવ જોવા મળ્યું હતું. લોહી અને અન્ય એકત્ર કરાયેલા નમૂનાઓ વિશ્લેષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. પીડિતાનું મોત બંને હાથે ગળું દબાવવાને કારણે થયું
પીએમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પીડિતાના શરીર અને પ્રાઈવેટ પાર્ટ પર તમામ ઈજાઓ મૃત્યુ પહેલા થઈ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે મેડિકલ ઓફિસરે કહ્યું છે કે પીડિતાનું મોત બંને હાથે ગળું દબાવવાને કારણે થયું છે. તેના પ્રાઈવેટ પાર્ટમાં ફોર્સફુલ પેનિટ્રેશનના મેડિકલ પુરાવા મળ્યા હતા. પીએમ રિપોર્ટમાં મહિલા ડોકટરનું યૌન શોષણ થવાની શકયતા દર્શાવવામાં આવી છે. કોલકાતા રેપ-હત્યાની ઘટનાને SCએ ધ્યાનમાં લીધી
સુપ્રિમ કોર્ટે કોલકાતા રેપ-હત્યાની ઘટનાને ધ્યાનમાં લીધીછે. 20 ઓગસ્ટે CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી, પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ આ કેસની સુનાવણી કરશે. જો કે મંગળવારે સુનાવણી માટે નિર્ધારિત કેસોની યાદીમાં આ કેસ 66મા નંબરે છે, પરંતુ ખાસ ઉલ્લેખ છે કે બેન્ચ તેની પ્રાથમિકતાના આધારે સુનાવણી કરશે. દેશવ્યાપી આક્રોશ અને ડોક્ટરોની હડતાળ વચ્ચે 17 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે એક અરજી કરવામાં આવી હતી. આમાં, પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઇની ડૉક્ટર સાથે કરવામાં આવેલી નિર્દયતાને ધ્યાનમાં લેવાની વિનંતી કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રાલયની બહાર ડોક્ટરો દર્દીઓની સારવાર કરશે કોલકાતાની ઘટનાના વિરોધમાં દિલ્હીના ડોક્ટરોની હડતાળનો સોમવાર (19 ઓગસ્ટ) 8મો દિવસ છે. એઈમ્સ અને અન્ય હોસ્પિટલોના રેસિડેન્ટ ડોક્ટરો આજથી આરોગ્ય મંત્રાલયની બહાર રોડ પર દર્દીઓની સારવાર કરશે. રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને રવિવારે (18 ઓગસ્ટ) રાત્રે એક પ્રેસ રિલીઝ દ્વારા આ માહિતી આપી હતી. અખબારી યાદી મુજબ, રેસિડેન્ટ ડોકટરો નિર્માણ ભવનની બહાર દર્દીઓને દવા, સર્જરી, પ્રસૂતિ અને સ્ત્રીરોગ, બાળરોગ, આંખની સમસ્યાઓ, ઓર્થોપેડિક્સ સહિત લગભગ 36 વિશેષતાઓની OPD સેવાઓ પ્રદાન કરશે. તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી સેવાઓ પહેલાની જેમ ચાલુ રહેશે. ડોક્ટરોએ કહ્યું છે કે જ્યાં સુધી કેન્દ્રીય સુરક્ષા કાયદા દ્વારા હોસ્પિટલોમાં પૂરતી સુરક્ષાની ખાતરી આપવામાં નહીં આવે ત્યાં સુધી તેમની હડતાળ ચાલુ રહેશે. દિલ્હી AIIMSના ડૉક્ટરોની હડતાળ ચાલુ રહેશે
આ દરમિયાન, આ ઘટના મામલે દેશભરની હોસ્પિટલોમાં ડોકટરો અને આરોગ્યના કર્મચારીઓમાં ગુસ્સો છે. દિલ્હી AIIMSના રેસિડેન્ટ ડોક્ટરોએ કહ્યું છે કે તેમની હડતાળ ચાલુ રહેશે. AIIMS RDAએ પણ કહ્યું કે તે સવારે 11 વાગ્યાથી નિર્માણ ભવનની બહાર દર્દીઓને લગભગ 36 પ્રકારની મફત વૈકલ્પિક ઓપીડી સેવાઓ આપશે. દિલ્હી AIIMSના રેસિડેન્સ ડૉક્ટર, કોલકાતાની RG કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ટ્રેઈની ડૉક્ટર રેપ અને હત્યાના વિરોધમાં ઓપીડી અને વોર્ડ સહિતની તમામ વૈકલ્પિક અને બિન-ઇમરજન્સી સેવાઓ સ્થગિત કરીને 12 ઓગસ્ટથી અનિશ્ચિત હડતાળ પર છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.