કોલકાતા રેપ-મર્ડર કેસ, 17 સપ્ટેમ્બરે આગામી સુનાવણી:બંગાળ સરકારે કહ્યું- સંપૂર્ણ CCTV રેકોર્ડિંગ આપવામાં આવ્યું, CBIએ કહ્યું- માત્ર 27 મિનિટનું જ મળ્યું છે - At This Time

કોલકાતા રેપ-મર્ડર કેસ, 17 સપ્ટેમ્બરે આગામી સુનાવણી:બંગાળ સરકારે કહ્યું- સંપૂર્ણ CCTV રેકોર્ડિંગ આપવામાં આવ્યું, CBIએ કહ્યું- માત્ર 27 મિનિટનું જ મળ્યું છે


કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 9 ઓગસ્ટના રોજ થયેલા ટ્રેઇની ડોક્ટરનો રેપ-હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી. રાજ્ય સરકારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચમાં લગભગ 40 મિનિટ સુધી આ મામલે સુનાવણી થઈ હતી. બંગાળ સરકારે બેન્ચ સમક્ષ સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો હતો. સરકારે કહ્યું- ડોક્ટરોની હડતાળને કારણે 23 લોકોએ જીવ ગુમાવ્યા છે. કેસની આગામી સુનાવણી 17મી સપ્ટેમ્બરે થશે સૌથી પહેલા બંગાળ સરકાર વતી સીનિયર વકીલ કપિલ સિબ્બલે સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો. રાજ્યના આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ, ડોક્ટરોએ કામગીરી ન કરવાને કારણે 23 લોકોના મોત થયા છે. CBI વતી સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ પણ અત્યાર સુધીની તપાસનો રિપોર્ટ બેન્ચ સમક્ષ રજૂ કર્યો છે. બેંચે આ રિપોર્ટ વાંચીને અનેક સવાલો ઉઠાવ્યા હતા કોર્ટ રૂમ LIVE... CJI: RG મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રિન્સિપાલના ઘર વચ્ચે કેટલું અંતર છે? SG: 15 થી 20 મિનિટ CJI: અમે બે બાબતો પર સ્પષ્ટતા ઈચ્છીએ છીએ, અનનેચરલ ડેથનો કેસ કેટવા વાગે નોંધવામાં આવ્યો હતો. SG: કૃપા કરીને ચાર્ટ જુઓ. તે આપણા સૌની દીકરી છે. સિબ્બલ: ડેથ સર્ટિફિકેટ બપોરે 1:47 વાગ્યે આપવામાં આવ્યું. બપોરે 2:55 વાગે પોલીસ સ્ટેશનમાં અનનેચરલ ડેથનો કેસ નોંધાયો હતો. CJI: શું અનનેચરલ ડેથનો નંબર 861 છે? સિબ્બલ: હા CJI: ઘટનાસ્થળની તપાસ અને પુરાવા ક્યારે એકત્રિત કરવામાં આવ્યા? સિબ્બલ: રાત્રે 8:30 થી 10:45 સુધી. આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા બાદની વાત છે. SG: પણ તે કોણે કર્યા? આ પણ ધ્યાનમાં રાખવા જેવી વાત છે. CJI: જુઓ, CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે આરોપી સેમિનાર રૂમમાં કેટલા વાગે ગયો અને ક્યારે બહાર આવ્યો. તે પછી 4:30 વાગ્યા પછીના ફૂટેજ પણ રેકોર્ડ હશે, શું તે ફૂટેજ CBIને આપવામાં આવ્યા હતા. SG: હા, અમારી પાસે તમામ રેકોર્ડિંગ્સ છે. અમારે સીન રિક્રિએટ કરવા હતા. CJI: શું કોલકાતા પોલીસે સવારે 8:30 થી 10:45 વાગ્યા સુધીના સમગ્ર ફૂટેજ સોંપ્યા છે? સિબ્બલ: હા CJI: પરંતુ CBI કહી રહી છે કે માત્ર 27 મિનિટનો વીડિયો શેર કરવામાં આવ્યા છે. સિબ્બલ: પુરાવા 8:30 થી 10:45 સુધી એકત્રિત કર્યા. તેના કેટલાક વીડિયો આપવામાં આવ્યા છે. કેટલીક ટેકનિકલ ખામી હતી. ગઈ સુનાવણીમાં કોર્ટે કહ્યું- કોલકાતા પોલીસની ભૂમિકા પર શંકા
22 ઓગસ્ટે થયેલી છેલ્લી સુનાવણીમાં CBIએ કોર્ટને કહ્યું હતું કે ક્રાઈમ સીન સાથે ચેડા કરવામાં આવ્યા છે. આ બાબતે જસ્ટિસ જેબી પારડીવાલાએ કહ્યું- કોલકાતા પોલીસની ભૂમિકા પર શંકા છે. મેં મારી 30 વર્ષની કારકિર્દીમાં તપાસમાં આવી બેદરકારી ક્યારેય જોઈ નથી. બીજી તરફ, 3 સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળ સરકારના અધિકારીઓ વિરુદ્ધ અવમાનનો કેસ ચલાવવા અરજી કરી હતી. કેન્દ્રનો આરોપ છે કે બંગાળ સરકાર આરજી કર હોસ્પિટલની સુરક્ષા માટે તહેનાત CISF સૈનિકોને પરિવહન અને રહેવાની સુવિધા પૂરી પાડી રહી નથી. હથિયાર રાખવાની પણ જગ્યા નથી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 21 ઓગસ્ટે RG કર હોસ્પિટલની સુરક્ષા માટે 92 CISF જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. તેમાં 54 મહિલાઓ પણ છે. કેન્દ્ર સરકારનો આરોપ છે કે રાજ્ય સરકાર જાણીજોઈને સુપ્રીમ કોર્ટની સૂચનાઓનું પાલન નથી કરી રહી. CJIએ વિરોધ કરી રહેલા ડોક્ટરોને હડતાળ સમેટી લેવા અપીલ કરી હતી
22 ઓગસ્ટે થયેલી સુનાવણીમાં CJIએ દેશભરમાં વિરોધ કરી રહેલા ડોક્ટરોને કામ પર પાછા ફરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે તે હોસ્પિટલોની હાલત જાણે છે. મારા પરિવારનો એક સભ્ય બીમાર હતો ત્યારે હું પોતે સરકારી હોસ્પિટલના ફ્લોર પર સૂઈ ગયો હતો. કામ પર પરત ફર્યા બાદ તમારી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં CJIએ કહ્યું કે અમને કહેવામાં આવ્યું કે ડોક્ટરો કામ પર પાછા જવા માટે તૈયાર છે. રાજ્ય સરકારો ડોકટરો માટે કેટલીક સુરક્ષા વ્યવસ્થા કરી શકે છે. અમે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને રાજ્યના મુખ્ય સચિવો અને ડીજીપી સાથે સંકલનમાં સુરક્ષા સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપીએ છીએ. આ બધુ 1 અઠવાડિયામાં પુરુ થવું જોઈએ. રાજ્યએ 2 અઠવાડિયાની અંદર તેને લાગુ કરે. સુપ્રીમ કોર્ટે કહ્યું- બીજા રેપનીરાહ જોવી નથી
આ પહેલા સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ (CJI) DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે 20 ઓગસ્ટે આ કેસની સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન CJIએ કહ્યું- અમે સિસ્ટમને સુધારવા માટે વધુ એક રેપની રાહ જોવી નથી. ડોકટરોની સુરક્ષામાં સુધારો કરવા માટે, એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી રહી છે, જેમાં 9 ડોકટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે સલામતી, કામ કરવાની પરિસ્થિતિઓ માટે પગલાંની ભલામણ કરશે. કેન્દ્ર સરકારના પાંચ અધિકારીઓને પણ ટાસ્ક ફોર્સમાં સામેલ કરવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.