આસપુર પ્રાથમિક શાળા નો એક વિદ્યાર્થી સંગીત વાદન સ્પર્ધામાં તાલુકામાં પ્રથમ આવ્યો.. - At This Time

આસપુર પ્રાથમિક શાળા નો એક વિદ્યાર્થી સંગીત વાદન સ્પર્ધામાં તાલુકામાં પ્રથમ આવ્યો..


વિરપુર તાલુકા પ્રાથમિક વિભાગનો કલા મહોત્સવ શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન દશરથભાઈ બારીયા ના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો...

વિરપુર માં પ્રાથમિક વિભાગ નો કલા મહોત્સવ માનવસેવા મંદિર વિરપુર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંગીત વાદન સ્પર્ધા માં આસપુર પ્રા.શાળા ના ધોરણ 8 માં ભણતા પ્રગ્નેશકુમાર નરેશ ભાઈ તાલુકામાં પ્રથમ નંબરે આવ્યા હતા.. જેમાં  મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિ ના પૂર્વ પ્રમુખ દશરથભાઈ બારીયા, પૂર્વ મહિલા આયોગ ના ચેરમેન લીલાબેન અંકોલીયા મહીસાગર જિલ્લા બાળ કલ્યાણ સમિતિ ના ચેરમેન મયંકભાઈ જોષી, માનવ સેવા મંદિર ના પ્રમુખ ચતુરભાઈ માયાવંશી,ભાજપ તાલુકા પ્રમુખ શનાભાઈ પરમાર,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિઠ્ઠલભાઈ પટેલ, બી.આર.સી. નીરવભાઈ બારોટ તથા વિરપુર તાલુકા પંચાયત પ્રમુખ નીખિલભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો અને બાળકો ઉપસ્થિત હતા...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.