બોટાદ જિલ્લાની સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી ખાતે અનધિકૃત ઈસમો કે ઈસમોની ટોળીના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
(રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ)
બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે ફરમાવ્યું છે કે, બોટાદ શહેરમાં આવેલી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (એ.આર.ટી.ઓ.)માં પોતાના સરકારી કામ માટે આવેલા હોય અથવા કામ કરતા હોય તેવા અથવા વાજબી કામ સબબ આવેલા હોય તે સિવાયના અનધિકૃત ઈસમો કે ઈસમોની ટોળી કચેરીમાં આવતી જાહેર જનતા અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપવા જેવી પ્રવૃત્તિ કરી રહેલા ઇસમોના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે. આ જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ ફોજદારી પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારી તથા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીને અધિકૃત કરવામાં આવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.