હિંમતનગરના ગઢા,કનાઇ અને કાનડા ખાતે પ્રિન્સિપાલ સેક્રેટરી શ્રીમતિ શાહમીના હુસૈનને બાળકોનું નામાંકન કરાવ્યુ - At This Time

હિંમતનગરના ગઢા,કનાઇ અને કાનડા ખાતે પ્રિન્સિપાલ સેક્રેટરી શ્રીમતિ શાહમીના હુસૈનને બાળકોનું નામાંકન કરાવ્યુ


(રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ)

હિંમતનગરના ગઢા,કનાઇ અને કાનડા ખાતે પ્રિન્સિપાલ સેક્રેટરી શ્રીમતિ શાહમીના હુસૈનને બાળકોનું નામાંકન કરાવ્યુ*

શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ગઢા,કનાઇ અને કાનડા ખાતે પ્રિન્સિપાલ સેક્રેટરી ટુ ગર્વમેન્ટ,નર્મદા વોટર રીસોર્સ,વોટર સપ્લાય એન્ડ કલ્પસર ડિપાર્ટમેન્ટ સચિવાલય શ્રીમતિ શાહમીના હુસૈન ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. પ્રિન્સિપાલ સેક્રેટરી શ્રીમતિ શાહમીના હુસૈનને બાળકોને શિક્ષણ કિટ આપી શિક્ષણની નવીન યાત્રામાં પ્રવેશ કરાવ્યો હતો. શાળા પ્રવેશોત્સવ બાદ સચિવશ્રીએ સ્કૂલમાં જરૂરી તમામ સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સહિતની વિગતો મેળવીને માર્ગદર્શન આપ્યું હતું.
પ્રિન્સિપાલ સેક્રેટરી શ્રીમતિ શાહમીના હુસૈનને ગઢા ખાતે આંગણવાડીમાં બે, બાલવાટીકામાં ૨૬ અને ધોરણ-૧ માં ૪૩ બાળકોનો પ્રવેશ કરાવ્યો હતો. શ્રી કનાઇ શાળામાં આંગણવાડીમાં ત્રણ, બાલવાટીકામાં ૨૪ અને ધોરણ-૧ માં ૨૬ બાળકો તેમજ શ્રી કાનડા મોટાવાસ પ્રાથમિક શાળામાં બાલવાટીકામાં ૧૦, ધોરણ-૧માં ૧૯ બાળકોનો પ્રવેશ કરાવ્યો હતો.આ કાર્યક્રમમાં શિક્ષકગણ, ગ્રામજનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.