ગઢડા ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત બાઈક રેલી યોજાઈ
ગઢડા ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત બાઈક રેલી યોજાઈ
લોકસભા ચૂંટણી 2024માં કોઈ પણ મતદાર પોતાનાં મતદાનનાં અધિકારથી વંચિત ન રહી જાય તે માટે બોટાદ જિલ્લા ચૂંટણી તંત્ર સતત પ્રયત્નશીલ છે ત્યારે બોટાદ જિલ્લામાં 100 ટકા મતદાનનાં સંકલ્પથી અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે જેનાં અનુસંધાને સ્વીપ પ્રવૃત્તિ અન્વયે ગઢડા મામલતદાર રાવલ તથા તાલુકા વિકાસ અધિકારી એ.એ.વાળાનાં અધ્યક્ષસ્થાને ગઢડામાં મતદાન જાગૃતિને લઈને બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગઢડાની એમ.એમ.હાઈસ્કૂલથી પોલીસ સ્ટેશન,બોટાદનો ઝાપો, ટાવર રોડ, જૂનું સ્વામિનારાયણ મંદિર, માણેક ચોક સહિતનાં વિસ્તારમાંથી બાઈક રેલી યોજાઈ હતી ગઢડાનાં અનેક નાગરિકોએ આ રેલીમાં ભાગ લીધો હતો અને અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતાં.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.