માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાણપુર ગામે અનધિકૃત દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ
(અસરફ જાંગડ દ્વારા)
માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ દ્વારા રાણપુરમાં અનધિકૃત દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાણપુરના મુખ્ય માર્ગ પર પોલીસ સ્ટેશનથી તાલુકા પંચાયત કચેરી સુધીના રસ્તા વચ્ચે ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાતી હોવાથી દબાણકારોને નગરપાલિકા દ્વારા અનેક વાર નોટિસ આપવામાં આવી હતી. પરંતુ તેમ છતા દબાણકારો દ્વારા દબાણ દૂર ન કરાતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્ય માર્ગ પર આવેલા આશરે 90 જેટલા અનધિકૃત દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ તકે પ્રાંત અધિકારી બરવાળાની માર્ગદર્શન હેઠળ મામલતદાર રાણપુર, પોલીસ ઈન્સપેક્ટર રાણપુર તેમજ અન્ય વિભાગના કર્મચારીઓ અને તેમની ટીમ સાથે રહીને આ કામગીરી કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.