રાજકોટ મહાનગરપાલિકા સોલીડ વેસ્ટ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરી. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા સોલીડ વેસ્ટ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરી.


રાજકોટ શહેર તા.૬/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ-૨૦૨૧ અન્વયે ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્યમાર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા.૫/૯/૨૦૨૪ ના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ ૪૮ આસામીઓ પાસેથી ૨.૩૮૦ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૧૧,૮૦૦ નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્યમાર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૨૧ આસામીઓ પાસેથી ૦.૫૮૦ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૪,૫૦૦ નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. વેસ્ટ ઝોનના વિવિધ મુખ્યમાર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૫ આસામીઓ પાસેથી ૧.૩૦૦ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૩,૩૫૦ નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. ઈસ્ટ ઝોનના વિવિધ મુખ્યમાર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૨ આસામીઓ પાસેથી ૦.૫૦૦ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૩,૯૫૦ નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્પેબ પરકટર/સેનેટરી સબ ઇન્પેસકટર દ્રારા કરવામાં આવેલ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.