જસદણના કમળાપુર રોડ ઉપર આવેલ ચામુંડા ફેબ્રિકેશનમાં લાગી આગ
(રિપોર્ટ રાજેશ લીંબાસિયા)
મોટરસાયકલ માં વેલ્ડીંગ કામ કરતા સમયે આગ લાગી હતી. આગ લાગતા ની થોડા સમય માં જ અપરાધપરી વધી ગઈ અને મોટરસાયકલની પેટ્રોલની ટાંકી માંથી પેટ્રોલ લીક થતા આગને વધુ વેગ મળ્યો હતો. આગને કાબુમાં લાવવા માટે આસપાસના લોકોએ પાણી અને માટીનો માર માર્યો છતાં આગ કાબુમાં ન આવી. મોટરસાયકલ બળીને ખાક થઈ ગયું હતું. સદ નસીબે કોઈ જાનમાલને નુકસાન થયુ નહીં. જસદણ નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ આ ઘટના સ્થળે પહોંચી ત્યાર બાદ આગ કાબુમાં આવી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
