ધંધુકા લોલીયા ભોગાવો નદીના પુલ પાસે રેલ્વે ટ્રેન હડફેટે ગાયો આવી જતાં અંદાજે દસ ગાયો ના મોત.
અમદાવાદ થી બોટાદ તરફ જઈ રહેલી રેલ્વે ટ્રેન હડફેટે ગાયો આવી જતાં અંદાજે દસ ગાયો ના મોત.
લોલીયા ભોગાવો નદીના પુલ ઉપર બનાવ બનતા રેલ્વે તંત્રમાં દોડધામ
અમદાવાદ થી બોટાદ તરફ જઈ રહેલી ઈન્ટરસીટી ટ્રેન લોલીયા ભોગાવો નદીના પુલ ઉપર પસાર થઈ રહી હતી તે સમયે અચાનક રેલ્વે પાટા પર ગાયો આવી જતાં ટ્રેન હડફેટે ગાયોના કચ્ચરઘાણ નીકળી ગયા હતાં અને થોડા સમય માટે ટ્રેન વ્યવહાર ને રોકી દેવાની ફરજ પડી હતી અને ટ્રેનમાં સવાર મુસાફરો ના જીવ પણ પડીકે બંધાયા હતા.જોકે બાદ મા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવતા ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો.જોકે ટ્રેનમાં સવાર મુસાફરોના મતે અંદાજે દસ ગાયોના મોત થયા હોવાના અહેવાલ મળી રહયા છે.આ અંગે કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલાં રેલ્વે તંત્ર મુસાફરો ના હિત માટે રેલ્વે ના પાટાઓ ની આજુબાજુ ઢોર ઉપર નિયંત્રણ રાખે તે જરૂરી બન્યું છે.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.