ચોટીલા પોલીસ દ્વારા CEIR (Central Equipment Identity Register) પોર્ટલ મારફતે ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી ખોવાયેલ મોબાઇલ નંગ-૦૮ કિંમત રૂપીયા ૧,૫૨,૪૯૦/-ના મુળ માલિક (અરજદાર)ને પરત કરવામાં આવ્યા. - At This Time

ચોટીલા પોલીસ દ્વારા CEIR (Central Equipment Identity Register) પોર્ટલ મારફતે ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી ખોવાયેલ મોબાઇલ નંગ-૦૮ કિંમત રૂપીયા ૧,૫૨,૪૯૦/-ના મુળ માલિક (અરજદાર)ને પરત કરવામાં આવ્યા.


સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ગીરીશ પંડયા દ્વારા CEIR પોર્ટલ નો વધારેમાં વધારે ઉપયોગ કરી લોકોના ખોવાયેલ મોબાઇલ શોધી કાઢી મૂળ માલિક (અરજદાર)ને પરત કરવા સૂચના કરેલ હતી.જે અન્વયે વી.એમ.રબારી નાયબ પોલીસ અધિક્ષક લીંબડી ડીવીઝનના માર્ગદર્શન હેઠળ આઈ.બી.વલવી પોલીસ ઇન્સ્પેક્ટર ચોટીલા પોલીસ સ્ટેશન ની સુચનાથી પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ સુરૂભા પરમાર દ્વારા ખોવાયેલ મોબાઇલ અંગેની અરજદારની અરજી અન્વયે CEIR પોર્ટલનો સચોટ રીતે ઉપયોગ કરી ખોવાયેલ મોબાઇલ બાબતે આવેલ અરજી પૈકી ૦૮ (આઠ) મોબાઇલ શોધી કાઢ્યા હતા જે ૦૮ મોબાઇલ મુળ માલીકનો કોન્ટેક્ટ કરી ને પરત કરવામાં આવ્યો હતો.

પરત કરાયેલ મોબાઇલ ના મુળ માલિક (અરજદારોના) નામ-

(૧) પુજાશંકર શર્મા રહે.અકોલા મહારાષ્ટ્ર
(૨) જયદીપભાઇ કીશોરભાઇ રાવલ રહે-રાજકોટ તા.જી.રાજકોટ
(૩) ગોપાલભાઇ વિરજીભાઈ વાલાણી રહે નવાગામ(બામણબોર)તા.જી.રાજકોટ
(૪) ઘનશ્યામભાઇ વિઠ્ઠલભાઇ સાકરીયા રહે.પીપરાળી તા. ચોટીલા જી.સુરેન્દ્રનગર
(૫) અજીતસિંહ સુરૂભા પરમાર રહે. ચોટીલા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર
(૬) ડાયાભાઇ પોપટભાઇ ડાભી રહે.દુધેલી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર
(૭) હકાભાઇ નારણભાઈ સોલંકી રહે સણોસરા તા. ચોટીલા જી.સુરેન્દ્રનગર
(૮) અનીલભાઇ દેવાભાઇ શેખ રહે લાખણકા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.