રાજકોટ શહેર ચોરી, લુંટ, ચીલઝડપ જેવા બનાવો ન બને તે અનુલક્ષીને ગુનેગારોને ક્રાઇમ બ્રાન્ચ હાજર. - At This Time

રાજકોટ શહેર ચોરી, લુંટ, ચીલઝડપ જેવા બનાવો ન બને તે અનુલક્ષીને ગુનેગારોને ક્રાઇમ બ્રાન્ચ હાજર.


રાજકોટ શહેર તા.૨૩/૮/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર પોલીસ દ્રારા રાજકોટ શહેરના નાગરીકોની શાંતી સલામતી જળવાય રહે તે માટે સતત અને સખત પ્રયત્નો કરવામા આવે છે અને નજીક ના સમય મા સાતમ-આઠમ નો તહેવાર આવતો હોય જે તહેવારો મા મેળા દરમ્યાન ચોરી, ચીલઝડપ જેવા કોઈ બનાવો ન બને તે અન્વયે રાજકોટ શહેર પોલીસ કમિશનર, તથા અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) તથા, ક્રાઇમ બ્રાન્ચના PI એમ.આર.ગોંડલીયા તથા રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનના PI ના માર્ગદર્શન હેઠળ દરેક પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ PSI મારફતે સને-૨૦૨૨ થી ૨૦૨૪ એમ કુલ -૩ વર્ષ દરમ્યાન રાજકોટ શહેર મા મોટરસાયકલ ચોરી, લુંટ, ચીલઝડપના ગુન્હામા પકડાયેલ ૧૦૦-થી વધુ ઇસમોને DCB પોલીસ સ્ટેશન ખાતે હાજર રખાવવામા આવેલ અને તમામ ઇસમોના ફોટોગ્રાફ લેવામા આવેલ તથા જરૂરી MCR ફોર્મ ભરવામા આવેલ તેમજ હાજર રહેલ ઇસમો હાલ શુ પ્રવૃતી કરે છે શુ કામ ધંધો કરે છે તે બાબતે પુછ-પરછ કરી તેમજ ચોરી, લુંટ, ચીલઝડપ કે અન્ય કોઇ ગુન્હા નહી કરવા અને અસામાજીક પ્રવૃતીઓની દુર રહેવા સારૂ કડક સુચના આપવામા આવેલ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.