પૈસાની ઉઘરાણી બાબતે મિત્રો બાખડ્યા: પાઇપથી હુમલો કર્યો - At This Time

પૈસાની ઉઘરાણી બાબતે મિત્રો બાખડ્યા: પાઇપથી હુમલો કર્યો


રાજકોટના ભાવનગર રોડ પાનના ગલ્લે પૈસાની ઉઘરાણી બાબતે મિત્રો વચ્ચે ઝઘડો થતાં લોખંડના પાઇપથી પિતા-પુત્રને ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ બેડીપરા શ્રમજીવી સોસાયટી શેરી નં.3માં રહેતા ધીરુભાઇ કરશનભાઇ સરીયાએ તેમના પુત્ર બીપીનના મિત્રો નિખિલ ગુજરીયા, કાનો ગુજરીયા, ભાવેશ ગુજરીયા સહિત એક અજાણ્યા શખ્સ સામે લોખંડના પાઇપથી પોતાને તથા પુત્ર બીપીનને ઇજા કર્યાની ફરિયાદ થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
ફરિયાદમાં ધીરુભાઇ કરશનભાઇ સરીયાએ જણાવ્યા મુજબ તેમના પુત્રો ધર્મેશ, બીપીન, રૂત્વીક ભાવનગર રોડ પર વિઘ્નેશ્વરી પાનની દુકાને હોય ત્યારે તેના મિત્રો નીખીલ સહિતનાએ ઉછીના પૈસાની ઉઘરાણી કરી માથાકુટ કરતા હોવાની જાણ કરતા પોતે ત્યાં ગયા હતા.
બીપીને બે વર્ષ પહેલા મિત્ર નીખીલ પાસેથી હાથ ઉછીના રૂા.25 હજાર લીધા હતા તેમાં પાંચ હજાર આપવાના બાકી હોય તે થોડા સમયમાં આપી દેવાનું કહેતા વાત માનેલ નહીં અને નિખીલ ગુજરીયા, કાનો અને ભાવેશ અને એક અજાણ્યા શખ્સે લોખંડના પાઇપથી ઇજા પહોંચ્યાનું જણાવતા થોરાળા પોલીસે ગુનો તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.