વિરપુર તાલુકાના સરદારપુરા ગામને જોડતો માર્ગ પર લાખોના ખર્ચ કરાયો છતાં રસ્તાની કામગીરી અધુરી.. - At This Time

વિરપુર તાલુકાના સરદારપુરા ગામને જોડતો માર્ગ પર લાખોના ખર્ચ કરાયો છતાં રસ્તાની કામગીરી અધુરી..


કોંક્રિટ પાથરી માર્ગ અધૂરો છોડી દેતા માર્ગ પર ધૂળની ડમરીઓ ઊડે છે...

સમય પૂર્ણ થવા છતાં માર્ગની કામગીરી અધૂરી રહેતાં લોકોને હાલાકી..

મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ડેભારી ગામના સરદારપુરા ગામ ખાતે લાખો રૂપિયાનો ડામર રોડ મંજૂર કરવામાં આવ્યો હતો બાદમા અડધું કામ પૂર્ણ કરી તેને એમ જ પડતું મૂકી દેવામાં આવતા સ્થાનિકોમાં
રોષ જોવા મળ્યો છે છેલ્લા નવેક માસથી રોડનું કામકાજ બંધ હાલતમાં હોવાથી લોકોને પડી રહેલી હાલાકીને પગલે અંતે રોડનું કામ પૂરું કરવામા આવે તેવી માંગ ઉઠી છે ડેભારી ગ્રામ પંચાયતમાં આવેલ સરદારપુરા થી બાદલપુરા ગામને જોડતો મુખ્ય માર્ગની કામગીરીનો સમય પૂર્ણ થવા છતાં નવીન માર્ગ બન્યો નથી આ માર્ગ કોન્બટ્રાક્ટર દ્રારા બનાવવામાં આવ્યો હતો પરંતુ કોઈ કારણસર આ રસ્તાનુ કામ અધૂરૂં મૂકી દેતા ગામનો મુખ્ય માર્ગ ખૂબ જ દયનીય હાલતમાં ફેરવાઈ ગયો છે. માત્ર કોંક્રિટ કરી માર્ગ અધૂરો છોડી દેતા માર્ગ પર ધૂળની ડમરીઓ ઉડતાં લોકોના વાહનો અને આંખોમાં નુકસાન થતાં રોષ ફેલાયો છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત અંદાજીત ૬૦ લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો. જે કામની શરૂઆત નવ માસ અગાઉ કરવામાં આવી હતુ અને તે કામ પૂર્ણ બે થી ત્રણ માસમાં કરવાનું હતી જે કામના માર્ગની કામગીરી પૂર્ણ થયાના પાંચ મહિનાથી વધુ સમય વીતી ગયો છે પરંતુ કામ બાકી છોડવામાં આવતાં કામ માત્ર કાગળ પર જ જોવા મળ્યું છે. જે અંગે ગામના સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કામ પૂર્ણ થયું નથી જેથી વેહલી તકે આ કામ પૂર્ણ થાય તેવી માંગ ઉઠી છે...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.