બાલાસિનોરમાં જન અધિકાર સભા તથા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યાલયનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. - At This Time

બાલાસિનોરમાં જન અધિકાર સભા તથા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યાલયનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.


રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મહિસાગર જિલ્લા ટીમ દ્રારા આયોજીત પિડિતો, શોષિતો અને વંચિતોનો અવાજ એવા ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીની અધ્યક્ષતામાં બાલાસિનોરમાં જન અધિકાર સભા તથા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યાલયનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

બાલાસિનોર: આજરોજ બાલાસિનોર ખાતે વડગામ ના ધારાસભ્ય , કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીગ્નેશભાઈ મેઘાણીનું બાલાસિનોર સર્કિટ હાઉસ ખાતે બાલાસિનોર પૂર્વ ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણ, બાલાસિનોર શહેર કોંગ્રેસ પ્રમુખ છત્રસિંહ વાઘેલા તાલુકા પ્રમુખ પી.એન.ચૌહાણ સહિત બાલાસિનોર નગરપાલિકા ના કોંગ્રેસના કાઉન્સિલર સાથે મિટિંગ યોજાઈ જેમાં બાલાસિનોર નગરના સ્થાનિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

જે પછી જીગ્નેશભાઈ મેવાણી દ્વારા બાલાસિનોર બસ સ્ટેન્ડ પાસે આવેલ બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ખાતે ફુલ હાર ચઢાવી ને સભા સ્થળે પહોંચ્યા હતા જ્યાં જીગ્નેશ મેવાણીનું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભારતીય બંધારણના નિર્માતા ડૉ.બાબાસાહેબ દ્રારા ભારતમાં વસતા દરેક નાગરિકો અને દરેક સમાજના લોકોને મળેલા મૂળભૂત અધિકાર બચાવવા તથા કોઈપણ વર્ગના લોકોને થતાં અન્યાય અને અત્યાચારો સામે અવાજ ઉઠાવવા રાષ્ટ્રીય દલિત અધીકાર મંચ, મહીસાગર સંગઠન દ્રારા બાલાસિનોરમાં ભવ્ય જન અધિકાર સભાનું તથા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યાલયનું લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વડગામના બાહોશ, લડાકુ ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી

ગુજરાત માં ૩૦ વર્ષ થી સત્તામાં બેઠેલ ભારતીય જનતા પાર્ટી ના શાસનમાં ભષ્ટ્રાચાર નું પ્રમાણ ખૂબ વધી ગયું છે, મહિસાગર જિલ્લામાં આવેલા સંતરામપુર નગરપાલિકા હોય કે પછી બાલાસિનોર નગરપાલિકા ખુબ મોટા પ્રમાણમાં ભષ્ટ્રાચાર આચરતા નગરપાલિકા ચીફ ઓફિસર ને ખુલ્લી ચેતવણી આપવામાં આવી.સાથે ગુજરાત રાજ્ય ના સીએમ દ્વારા એક મહીના પહેલાં ઉદ્ઘાટન કરવામાં આવેલ સ્વિક સેન્ટર માં આઉટ સોર્સસિશના કર્મચારીઓ ને સરકારી ધારાધોરણ મુજબ પગાર આપવામાં આવતો નથી પગાર ના પૌસા માંથી સુપરવાઈઝર દ્વારા પગાર માંથી ૫૦૦૦/- પરત લેવા નું કોભાંડ , પગાર સ્લીપ,પીએફ ન‌ ચુકવી કૌભાંડ કર્યું તેમજ બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં આવેલા રસ્તાઓ,પાણી, ગટરની સમસ્યાઓ અને નગરપાલિકા દ્વારા સફાઇ કર્મચારી ઓને સમયસર પગાર પણ આપવામાં આ તો નથી. આજ રોજ યોજાયેલ કાર્યક્રમમાં બાલાસિનોર તાલુકાના તેમજ મહિસાગર જિલ્લાના તમામ તાલુકાઓમાં માંથી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના કાર્ય કરો ઉપસ્થિત રહ્યા હતા.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.