ગોધરા ખાતે કેરિયર એરફોર્સ અગ્નિ વીર વાયુ બાબતે સેમિનારનું આયોજન કરાયું - At This Time

ગોધરા ખાતે કેરિયર એરફોર્સ અગ્નિ વીર વાયુ બાબતે સેમિનારનું આયોજન કરાયું


ગોધરા
ઇન્ડિયન એરફોર્સ સિલેક્શન મુંબઈ તથા જિલ્લા રોજગાર કચેરી ગોધરા દ્વારા આજરોજ કેરિયર એરફોર્સ અગ્નિ વીર વાયુ બાબતે સેમિનારનું આયોજન આણંદ એગ્રીકલ્ચર કોલેજ ગોધરા તથા મહેતા સ્કૂલ અને ન્યુરા સ્કૂલ ખાતે રાખવામાં આવ્યું હતું. આ સેમિનારમાં અગ્નિ વીર વાયુ બાબતે ભરતીની માહિતી આપવામાં આવી હતી. તેમાં આશરે ૩૭૦ થી વધુ વિદ્યાર્થીઓએ આ સેમિનારનો લાભ લીધો હતો. આ સેમિનાર ઇન્ડિયન એરફોર્સ સિલેક્શન સિક્સના કોર્પોરેલ શ્રી જયદીપસિંહ પરમાર, જિલ્લા રોજગાર કચેરીના કેરિયર કાઉન્સેલર શ્રી આર વી સેવક,આચાર્યશ્રી, પ્લેસમેન્ટ અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી હતી.

રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image