જસદણ તાલુકાના જંગવડ ગામના પોકસો કેસના આરોપીનો જામીન ઉપર છટકારો - At This Time

જસદણ તાલુકાના જંગવડ ગામના પોકસો કેસના આરોપીનો જામીન ઉપર છટકારો


જસદણ તાલુકાના જંગવડ ગામના ચંદભાઈ ચંગોડે એવી ફરીયાદ આટકોટ પોલીસ સ્ટેશનમાં લખાવેલ હતી કે, તેની સગીરવયની પુત્રી આશરે ૧૫ વર્ષની જંગવડ ગામે રધુનંદન ઓઈલમીલના કારખાનામાં કામ કરતો મોહનભાઈ જુવાનસિંહ ચંગોડ તા.૧૦/૩/૨૪ ના રોજ લલચાવી ફોજલાવી બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયેલ હતો. ફરીયાદીની સગીરવયની પુત્રીને ભગાડી લઈ ગયા બાદ બસમાં બેસાડીને કચ્છ કેમીકલ ફેકટરી ગાંધીધામમાં રહેવા લાગેલ હતો. અને ત્યાં મજુરોની ઓરડીમાં રહેતો હતો. ભોગ બનારની સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધેલ હતા જેથી ભોગ બનાનાર ને ગર્ભ રહી જવા પામેલ હતો તે બાબતેની ફરીયાદ થતા આટકોટ પોલીસે આરોપી મોહન જુવાનસિંહની અટક કરેલ હતી અને આ આરોપી સામે આરોપી વિરૂધ્ધ પોકસો એકટ મુજબ અને અપહરણ અને બળાત્કાર નો ગુનો નોંધેયલ હતો આરોપી અને ભોગ બનનાર મેડીકલ ચેકઅપ કરાવી ડી.એન.એ ટેસ્ટ કરાવેલ હતો. તેમજ ભોગ બનનાર પાંચ અઠવાડીયા અને ચાર દિવસનો ગર્ભ રહેલ હોય તે બાબતે આટકોટ પોલીસ દ્વારા કાર્યવાહી કરી આરોપીને રાજકોટ જેલ હવાલે કરેલ હતો. આરોપીએ જેલ હવાલે થતા રાજકોટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ હતી જે જામીન અરજી રાજકોટ સેશન્સ કોર્ટ નામંજુર કરેલ હતી. ત્યારબાદ આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન ઉપર છુટવા અરજી દાખલ કરેલ હતી. જે અરજી અન્વયે હાઈકોર્ટ જજ મેનસ્ડે સાહેબે રૂપીયા દસ હજારના જામીન ઉપર જોડવાનો હુકમ કરેલ છે. આરોપી વતી ગુજરાત હાઈકોર્ટમાં જસદણના યુવા ધારાશાસ્ત્રી જયભાઈ અંબાણી રોકાયેલ હતા. અને રાજકોટ કોર્ટમાં આ કામે આરોપીના એડવોકેટ તરીકે જસદણના એડવોકેટ આર. કે. ધૂવ તથા ભરતભાઈ પી. અંબાણી, તથા ભાવેશભાઈ એસ. ડાભી તથા મનસુખભાઈ બી. ડાભી રોકાયેલ હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.