રાજકોટના 5, ગોંડલના 6, જેતપુરના 8 સહિત 35 બાળકમાં ઓટિઝમના શંકાસ્પદ લક્ષણો જણાયા !
16થી 30 માસના 5442 બાળકનું પ્રશ્નોત્તરી બેઝ સ્ક્રીનિંગ
ભૂલકાંઓને થેરાપી બેઝ તપાસાર્થે ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટરમાં રીફર કરાયા
રાજકોટ જિલ્લામાં ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરની સમસ્યાથી પીડાતા બાળકોને શોધીને તેઓનો થેરાપી બેઝ ઇલાજ કરાવવાની દિશામાં શરૂ થયેલી કામગીરી અંતર્ગત જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા 16થી 30 મહિનાના 35,000 બાળકનો સરવે હાથ ધરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે, ત્યારે અત્યાર સુધીમાં કુલ 5442 બાળકના પ્રશ્નોત્તરી બેઝ થયેલા સ્ક્રીનિંગમાં 35 બાળકમાં આ ગંભીર ઓટિઝમના લક્ષણો જોવા મળતા તમામ ભૂલકાંઓને થેરાપી બેઝ તપાસ માટે ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર (ડી.આઇ.સી.) ખાતે ત્વરિત રીફર કરવામાં આવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.