સંયુકત નૈતિક માનવ અધિકાર સમિતિ ના ચેરમેન શ્રી નિલેશભાઈ જોશી ના માર્ગદર્શન મુજબ અને ગુજરાત રાજ્ય વાઇસ પ્રેસિડેન્ટ શ્રી કિશોરસિંહ જાડેજા
સંયુકત નૈતિક માનવ અધિકાર સમિતિ ના ચેરમેન શ્રી નિલેશભાઈ જોશી ના માર્ગદર્શન મુજબ અને ગુજરાત રાજ્ય વાઇસ પ્રેસિડેન્ટ શ્રી કિશોરસિંહ જાડેજા અને ઈસ્ટ કચ્છ મહિલા પ્રમુખ શ્રીમતી મીનાક્ષીબેન દવે અને ઈસ્ટ કચ્છ જીલ્લા પ્રમુખ શ્રી મુકેશભાઈ મકવાણા ની આગેવાની હેઠળ કચ્છ જીલ્લા ટીમ એ ઈસ્ટ કચ્છ જીલ્લા પોલીસ વડા S.P. શ્રી સાગર જી બાગમર સાહેબ ની નિગરાની હેઠળ પોલીસ પ્રશાસન દ્વારા આયોજીત રાત્રિ મેરેથોન 2024 કાર્યક્ર્મ અંતર્ગત પ્રશાસન દ્વારા મેરેથોન કાર્યક્ર્મ દરમિયાન મેનેજમેન્ટ અંગે ની મહત્ત્વ ની જવાબદારી UNHRC કચ્છ જીલ્લા ટીમ ને સોંપવામાં આવી હતી કાર્યક્ર્મ ની શરુઆત વિખ્યાત કોકિલ કંઠી ગાયિકા કિંજલ દવે દ્વારા સંગીતના સુર લહેરાવી કરવામાં આવી હતી અને લોકોએ સંગીત ની ભરપૂર મોજ માણી હતી અને જુમી ઉઠ્યા હતા, કાર્યક્ર્મ ને ચાર ચાંદ લગાવ્યા હતા જેની કદર સ્વરૂપે માનનીય કિંજલ દવે ને UNHRC કચ્છ જીલ્લા ટીમ દ્વારા પ્રસંશા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું બાદ માં રાષ્ટ્ર ગીત ગાઈ મેરેથોન દોડ પ્રોગ્રામ ની શરૂઆત કરવામાં આવી હતી જેમાં 5, 10, અને 21કિ.મી ની દોડ માં શાળા કોલેજો ના વિદ્યાર્થીઓ અને અન્ય નાના મોટા લોકો મળી ને કુલ 25 હજાર + દોડવીરો એ ભાગ લીધો હતો, આ કાર્યક્ર્મ નો મુખ્ય હેતુ ગ્રીન, સ્વચ્છ, ડ્રગ ફ્રી, સેફ અને ફિટ કચ્છ ની સદભાવના થી કરવામાં આવ્યો હતો, આવડા મોટા ભવ્ય કાર્યક્ર્મ ના આયોજન ને સફળ બનાવવા માટે આયોજક શ્રી ડેની સર, પોલીસ પ્રશાસન ટીમ, નાના મોટા વેપારી મંડળો, વિવિધ સેવાકીય સંગઠનો, તેમજ UNHRC કચ્છ જીલ્લા ટીમ દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવી હતી અને કાર્યક્ર્મ સફળ રહ્યો હતો, આ કાર્યક્ર્મ દરમિયાન UNHRC કચ્છ જીલ્લા ટીમ ના શિસ્તબધ સેવાકીય કાર્ય ની પ્રસંશા અને કદર સ્વરૂપે S.P. સાહેબ દ્વારા મોમેંટો આપી ને ટીમ ને સન્માનિત કરવામાં આવી હતી એ UNHRC ટીમ માટે એક ગર્વ ની વાત છે, જય હિંદ વંદે માતરમ્.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.