હળવદમાં ટેન્કરમાંથી કેમિકલ કાઢી ગેરકાયદે હેરાફેરી, ૬૩.૧૭ લાખનો મુદામાલ જપ્ત - At This Time

હળવદમાં ટેન્કરમાંથી કેમિકલ કાઢી ગેરકાયદે હેરાફેરી, ૬૩.૧૭ લાખનો મુદામાલ જપ્ત


અંધકારનો લાભ લઇ ત્રણ ઈસમો નાસી ગયા

હળવદમાં કારખાના પાછળ ટેન્કરમાંથી કેમીકલની ગેરકાયદે હેરાફેરીનો મોરબી SOG ટીમે પર્દાફાશ કરી સ્થળ પરથી ટેન્કર, બોલેરો, કેમિકલ, મોબિલ સહીત કુલ રૂ ૬૩.૧૭ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે જયારે અંધકાર અને વરસાદી માહોલનો લાભ લઈને ત્રણ ઈસમો નાસી ગયા હોય જેથી વધુ તપાસ ચલાવી છે

એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર શક્તિનગર ગામ નજીક ટેન્કરમાંથી કેમિકલની ગેરકાયદે હેરાફેરી થતી હોવાની બાતમી મળતા ટીમે શક્તિનગર ગામ પાસે આઈમાતા હોટેલ સામે, શ્રીહરી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમા આધ્યાશક્તિ એન્જીનીયરીંગ વર્કસ કારખાના પાછળ રેડ કરી હતી જ્યાં એક ટેન્કરમાંથી ત્રણ ઈસમો ગેરકાયદે શંકાસ્પદ રીતે કેમિકલની હેરાફેરી કરતા હોવાનું ખુલ્યું હતું પોલીસે રેડ કરતા તારને ઈસમો વરસાદી મહોલા ને રાત્રીના અંધકારનો લાભ લઈને નાસી ગયા હતા

પોલીસ ટીમે સ્થળ પરથી ટેન્કર જીજે ૧૨ બીડબલ્યુ ૯૨૩૭ કીમત રૂ ૧૫ લાખ, બોલેરો પીકઅપ જીજે ૨૭ ટીટી ૭૬૩૪ કીમત રૂ ૩ લાખ, ટેન્કરમાંથી કાઢેલ કેમિકલ આશરે ૧૯૦૫ લીટર કીમત રૂ ૨,૬૨,૮૯૦ ટેન્કરમાં ભરેલ કેમિકલ આશરે ૩૦,૭૦૦ કિલોગ્રામ કીમત રૂ ૪૨,૪૯,૫૧૨ મોબાઈલ ફોન નંગ ૦૧ કીમત રૂ ૫૦૦૦ કેમિકલ કાઢવા માટે પ્લાસ્ટિક પાઈપ નંગ ૦૨ કીમત રૂ ૨૦૦, ખાલી કેરબા નંગ ૦૨ કીમત રૂ ૧૦૦ સહીત કુલ રૂ ૬૩,૧૭,૭૨ ની કિમતનો મુદામાલ કબજે લઈને હળવદ પોલીસ મથકમાં સોપવામાં આવ્યો છે

જે કામગીરીમાં એસઓજી પીઆઈ એમ પી પંડ્યા, પીએસઆઈ કે આર કેસરિયા, અને એસઓજી મોરબીનો સ્ટાફ જોડાયેલ હતો

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.