બુરાનપુર ખાતે પ્રાથમિક આરોગ્ય લક્ષી સેવાઓ આપવા મેડિકલ ટીમ ટ્રેકટરમા પહોંચી.
બુરાનપુર ખાતે પ્રાથમિક આરોગ્ય લક્ષી સેવાઓ આપવા મેડિકલ ટીમ ટ્રેકટરમા પહોંચી.
અમદાવાદ જીલ્લા ના ધોલેરા તાલુકાનું બુરાનપુર ગામ ઉપરવાસના જળ પ્રવાહથી બેટમાં ફેરવાયું છે. હાઇવે માર્ગથી ગામમા સુધી પહોચતા રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં છે જેના કારણે મુખ્ય મથકથી સંપર્ક તૂટ્યા છે. આવા પાણી ભરેલા વિસ્તારમાં તાલુકા હેલ્થ ઓફિસર રાકેશભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ બુરાનપુર ખાતે મેડિકલ ટીમ તેમજ પીપળી મેડિકલ ઓફિસર જય રાણા તથા પ્રાથમિક આરોગ્ય ટીમ પીપળી બુરાનપુર ખાતે ટ્રેક્ટરના માધ્યમથી પહોંચીને લોકોનો સંપર્ક કરી પ્રાથમિક આરોગ્ય લક્ષી તમામ સેવાઓ આપવાની કોશિશ કરવામાં આવી હતી. આમ આ બુરાનપુરમા ચારેબાજુ પાણી પાણીની સ્થિતિ વચ્ચે મેડિકલ ટીમ દ્વારા ટ્રેક્ટરના માધ્યમથી લોકોનો સંપર્ક કરી પ્રાથમિક આરોગ્ય લક્ષી સેવાઓ આપી પ્રસનનીય કામગીરી હાથ ધરી હતી.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.