આજે સિહોર નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા સેલ પેટ્રોલ પંપ (દાદાની વાવ) ફાયર ની મેજિક ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવેલ - At This Time

આજે સિહોર નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા સેલ પેટ્રોલ પંપ (દાદાની વાવ) ફાયર ની મેજિક ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવેલ


શિહોરના દાદાની વાવ પાસે આવેલ સેલ પેટ્રોલ પંપ
જેમાં સિહોર નગરપાલિકા ના ફાયરઓફીસર કૌશિક રાજ્યગુરુ તથા ફાયરમેન ધર્મેન્દ્ર ચાવડા,મુકેશભાઈ ગોસ્વામી,રાજુભાઈ વગેરે દ્વારા કોઈ અગમ્ય કારણોસર આગ લાગે તો શુ શુ પગલાં લેવા,તેને પહોંચી વળવા શું કરવું તે બધી માહિતી સિહોર નગરપાલિકા સ્ટાફ દ્વારા આપવામાં આવી..જેમાં ફાયર એક્સ્ટિંગુશર (ફાયર ના બાટલા) નો ઉપયોગ કેમ કરવો,અચાનક આગ લાગે તો તેને કેમ બુઝાવી વગેરે માહિતી ફાયર સ્ટાફ દ્વારા આપવામાં આવી અને સાથે સાથે ફાયર લગાવી લાઈવ ડેમો પણ આપવામા આવ્યો જેના દ્વારા સેલ પેટ્રોલ પંપ ના સ્ટાફ ને એ સમજાવામાં આવ્યું કે અચાનક આગ લાગે તો તેને તાત્કાલીક કેમ કંટ્રોલ કરી શકાય છે..ત્યારબાદ તેને એ પણ જણાવવામાં આવ્યું કે અચાનક આગ લાગે તો ફાયર વિભાગ નો ટોલ ફ્રી નંબર ૧૦૧ માં ફોન કરી શકો તથા તમે નગરપાલિકા ફાયર કંટ્રોલ માં પણ તાત્કાલિક ફોન નં 02846 222057 કરી ફાયર સ્ટાફ તથા ફાયર નું વાહન મંગાવી અને મોટું નુકશાન થતાં અટકાવી શકો... રીપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.