બિકાનેર ખાતે GCCI રાજસ્થાન ટીમ અને રાજસ્થાન ગૌ સેવા પરિષદ ના સંયુક્ત ઉપક્રમે ગૌ સેવાના વિષયક સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવેલ. - At This Time

બિકાનેર ખાતે GCCI રાજસ્થાન ટીમ અને રાજસ્થાન ગૌ સેવા પરિષદ ના સંયુક્ત ઉપક્રમે ગૌ સેવાના વિષયક સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવેલ.


બિકાનેર ખાતે GCCI રાજસ્થાન ટીમ અને રાજસ્થાન ગૌ સેવા પરિષદ ના સંયુક્ત ઉપક્રમે ગૌ સેવાના વિષયક સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવેલ.

· ગૌ આધારિત અનેક કાર્યોમાં સમગ્ર દેશમાં રાજસ્થાન મોખરે છેઃ ડો. કથીરિયા

ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI) અને રાજસ્થાન ગૌ સેવા પરિષદ દ્વારા તા. ૧ – જુલાઇ - ૨૦૨૪, સોમવારના રોજ ગૌ સેવાના વિષયો પર સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવેલ. જેમાં GCCI ના સ્થાપક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભભાઈ કથીરિયા, રાજસ્થાન સરકારના પૂર્વ મંત્રી દેવીસિંહ ભાટી,પ.પૂ.સ્વામી વિમર્શાનંદ ગીરી મહારાજ, રાજસ્થાન GCCIના વડા ડો.હેમંત દધીચ, રાજસ્થાન ગૌ સેવા પરિષદના પ્રમુખ હેમ શર્મા, અરવિંદ મિદ્ધા અને રાજસ્થાન GCCIના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.GCCI ગૌસંસ્કૃતિની પુન: સ્થાપના હેતુ દેશભરમાં ગૌરક્ષા, ગૌપાલન, ગૌસંવર્ધન અને ગૌઆધારિત આર્થિક સામાજીક અને આધ્યાત્મિક વિકાસ અર્થે ગૌચેતના જગાવવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. ગૌરક્ષા, ગૌપાલન અને ગૌસંવર્ધનને પ્રોત્સાહિત કરવા ખેડૂતો, ગામ લોકો અને ગૌપાલકો ગાયો પાળતા થાય તે જરૂરી છે. ગાય જો આર્થિક રીતે પરવડે તો જ ખેડૂતો, ગૌપાલકો ગાય સાચવશે.રાજસ્થાન ગો સેવા પરિષદની રચના 2016 માં કરવામાં આવી હતી. ગૌપાલકોને ગાયના ગોબર અને ગૌમૂત્રની કિંમત મળે અને ગાયના ગોબરમાંથી ખાતર અને ગૌમૂત્રમાંથી લિકવીડ બાયો ફર્ટીલાઈઝર બનાવવામાં આવે. જેના માટે દેશભરમાં ગૌ સાહસિકતાના ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓ એક મંચ પર આવે જે ઉદ્દેશ્યોને પરિપૂર્ણ કરવા માટે રાજસ્થાન ગો સેવા પરિષદ દ્વારા 2019 માં જયપુર ખાતે દેશભરમાંથી આવી સંસ્થાઓના પ્રતિનિધિઓની ત્રણ દિવસીય રાષ્ટ્રીય પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી 125 જેટલા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. રાજસ્થાન ગો સેવા પરિષદે ગૌ ઉદ્યોગસાહસિકતા તરફ સરકારોનું ધ્યાન આકર્ષિત કરવા માટે રાષ્ટ્રીય સ્તરના ગૌ સાહસિકતા પ્રોત્સાહન પુરસ્કારની શરૂઆત કરી છે. રાજસ્થાન ગો સેવા પરિષદે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે દેશભરમાં આ દિશામાં કામ કરતી સંસ્થાઓ સાથે સંકળાયેલી છે. આ મીટીંગમાં GCCI ના સ્થાપક ડો. વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યું હતું કે રાજસ્થાન ગૌ ઉદ્યોગ સાહસિકતા અને વિકાસના અનેક ક્ષેત્રોમાં દેશમાં મોખરે છે. રાજસ્થાનમાંથી ગાયના છાણ અને ગૌ મૂત્રની પણ નિકાસ કરવામાં આવી રહી છે. ગૌ સંરક્ષણ અને . GCCI સરકારી સંસ્થાઓ સાથે મળીને એક છત્ર તરીકે તમામ કામ કરશે. રાજ્ય અને જિલ્લા સ્તરે તેના એકમોની રચના કરવામાં આવશે. તેમણે GCCI ના સમગ્ર વિઝન અને મિશન વિશે માહિતી આપી હતી.આ પ્રસંગે પ.પૂ. સ્વામી વિમર્શાનંદજીએ ગાયને પૃથ્વીનું સ્વરૂપ ગણાવીને તેને પ્રકૃતિ, બુદ્ધિ, લાગણીઓ વગેરે સાથે જોડીને સૂક્ષ્મ સમજણ આપી હતી. તે જ સમયે, ભૂતપૂર્વ સિંચાઈ મંત્રી દેવી સિંહ ભાટીએ ગાય, ચરાણ અને પરંપરાઓ વિશે વિગતવાર વાત કરી હતી. તેમણે ગૌ સંરક્ષણ મુદ્દે રાષ્ટ્રીય સ્તરે GCCI સાથે કામ કરવાની પ્રતિજ્ઞા લીધી.પ્રો.હેમંત દધીચે ગાયની સ્થિતિની સમીક્ષા કરી, GCCIને આજ ના સમયની જરૂરિયાત ગણાવી.આ મીટીંગમાં હેમ શર્માએ GCCI વિશે જણાવ્યું કે ગાય આધારિત ઉદ્યોગ સાહસિકતાના વિકાસમાં રાજસ્થાન રાજ્ય સ્તરે ગૌ ઉત્પાદનોનું માર્કેટિંગ, ઉત્પાદન, ઉત્પાદનોની ગુણવત્તા, વિવિધ સ્તરે સંકલન, કુદરતી ખેતી, બાયો ગેસ, આરોગ્ય પોષણ, પંચગવ્ય ઉપચાર, ગૌ ઉત્પાદન નિકાસ, આપત્તિ વ્યવસ્થાપન, ગૌ સંરક્ષણ અને વિકાસ, ડેરી ઉત્પાદનો, ગૌ ઓલાદ સુધારણા, વગેરે વિષયોમાં રાજ્ય એકમની સક્રિયતા સુનિશ્ચિત કરીને રાજ્ય સ્તરે ગૌ ઉદ્યોગસાહસિકતાને મજબૂત બનાવવી પડશે.ભારત જેવા દેશને ગૌ આધારિત સાહસિકતાનું નવું ક્ષેત્ર આપવામાં આવ્યું છે. ગૌ આધારિત સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે દરેક રાજ્યની GCCI ની રચના કરવામાં આવી છે. રાજસ્થાનમાં GCCI ટીમ દ્વારા કામની 34 શ્રેણીઓ બનાવી છે. જેમાં વિવિધ ક્ષેત્રોનું કાર્યકારી આયોજન કરવામાં આવ્યું છે.
GCCI રાષ્ટ્રીય ટીમ દ્વારા કુલ 33 જુદા જુદા વિભાગો માટે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જે મુજબ રાજસ્થાન વિભાગ અને અન્ય રાજ્યની ટીમ કાર્ય કરશે. કુલ 11 પ્રતિનિધિઓનો એક વિભાગ બનાવવામાં આવશે, જેમાં એક સંયોજક અને 10 કો-ઓર્ડિનેટર નામાંકિત કરવામાં આવશે.
કાર્યક્રમનું સંચાલન કરતી વખતે સુમિત શર્માએ GCCI ના કોન્સેપ્ટ વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત રાજસ્થાન GCCIના સભ્યોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.GCCI ની વિશેષ માહિતી માટે GCCI ના સ્થાપક ડો. વલ્લભભાઈ કથીરિયા મો. 94269 18900, GCCI ના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલ ખેતાણી મો. +91 98242 21999, શ્રી પુરીશ કુમાર મો. +91 6393 303 738, શ્રી અમિતાભ ભટ્ટનાગર મો. +91 95815 50330, અને તેજસ ચોટલીયા મો. 83201 77647 તેમજ https://gcci.world પર વીઝીટ કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.