રાપર નગરપાલિકાને અનેક રજુઆત કરવા છતાં વોર્ડ નંબર 3 ગંદકી ની સમસ્યા નો હલ ના થતાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી
રાપર શહેરના વોર્ડ નં 3ના વોકળા તેમજ ગેલીવાડી વિસ્તારમાં બારેમાસ રહેતી ગંદકીની સમસ્યા તથા ગટર જોડાણ તેમજ રોડલાઇટના વિવિધ પ્રશ્નોને લઇ વોર્ડ નં. 3 ના રહીશો તેમજ ડો. આંબેડકર ગ્રુપ રાપર દ્વારા મુખ્ય અધિકારીને રજૂઆત કરાઈ હતી. નીચાણવાળો રસ્તો હોવાના કારણે બારેમાસ રહેતી ગંદકી તેમજ વરસાદના કારણે વીજ થાંભલા પડી ગયા છે, જેના કારણે લોકોને આ ગંદકીવાળા રસ્તે રાતના સમયે જતા આવતા મોટી હાલાકીનો સામનો કરવો પડે છે. ઘણા સમયથી રોડલાઇટો બંધ હોવાના કારણે વોર્ડ નં. 3 ના રસ્તો નીચાણવાળો હોવાથી આ રસ્તે ગટરલાઇન પણ ન હોવાના કારણે અહીં બારેમાસ ગંદકીનું સામ્રાજ્ય હોય છે, તો અહીં ગટરલાઇન નાખી અને પ્લાનિંગ કરી રસ્તો બનાવવા માટે આવેદનપત્ર મારફતે ચીફ ઓફિસરને રૂબરૂ રજૂઆત કરી આ બાબતે તાત્કાલિક ધોરણે આ કામગીરી કરવા જણાવાયું હતું. જેમાં આંબેડકર યુવા ગ્રુપના સંચાલક અશોકભાઇ રાઠોડ, વોર્ડની મહિલાઓ સહિત આગેવાનો રજૂઆતમાં જોડાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.