રાજુલા જાફરાબાદ પંથકમાં સમુહલગ્નોની સિઝન પુરજોશમાં.
રાજુલા જાફરાબાદ પંથકમાં સમુહલગ્નોની સિઝન પુરજોશમાં.
ગુજરાતમાં પ્રથમ ઘટના રાજુલા પંથકમાં ૫૦ સમુહ લગ્નમાં દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા કોળી ભરવાડ દલિત પ્રજાપતિ લુહાર આહીર સમાજમાં સમુહલગ્નો યોજાયા સૌથી વધારે કોળી સમાજમાં સમુહલગ્નોતસવ
સમાજમાં સૌથી વધારે પરિસ્થિતિ ક્યારે વિકટ હોય છે ત્યારે એક બાપ ને પોતાની દીકરી પરણાવવાની હોય છે આ માટે એક પિતા અનોખી દોડધામ કરતો હોય છે અને સમાજમાં વિવિધ રિવાજો રાખવા માટે લખલુઠ ખર્ચ કરતો હોય છે ઘણી ખરી ઘણી વાર એક બાપ દીકરીના લગ્નમાં દેવામાં પણ ડૂબી જતો હોય છે ત્યારે રાજુલા જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી અનોખી સામાજિક ક્રાંતિ ઉભી થવા પામી છે અને મોટાભાગના સમાજ દ્વારા સમૂહ લગ્નના આયોજન થવા જઈ રહ્યા છે
અત્રે નોંધનીય બાબત છે કે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની પોતાની દીકરીના લગ્ન છે ત્યારે ઘરે મહેમાનો મંડપ મુરત સહિતના કામો હોવા છતાં સમુહલગ્નમાં હાજરી આપી સમાજને સહકાર આપ્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ રાજુલાના રામપરા ભેરાય કથીવદર પરા બારપટોળી તેમજ રાજુલા શહેરમાં આહીર સમાજના ભવ્ય સમૂહ લગ્નનું આયોજન થયું છે તો પ્રજાપતિ સમાજ અને લુહાર સમાજ દ્વારા પણ આયોજન કરવામાં આવ્યું છે અને ભરવાડ સમાજ દ્વારા અમરેલી ખાતે આયોજન કરવામાં આવ્યું છે કોળી સમાજની વાત કરીએ તો આજે મીરામાં એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જાફરાબાદના વઢેરા મુકામે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા 25 મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા કોળી સમાજ દ્વારા વધેરા ભલાણા કડીયાળી કેરાળા ટીંબી ચિત્રાસર લોટપુર લુણસાપુર વડલી ધોળાદ્રી મીઠાપુર એભલવડ બાબરકોટ વારા સ્વરૂપ ભાકોદર ભાડા મોટા માણસા અને બારપટોળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સમૂહ લગ્નનું કોળી સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ફેબ્રુઆરી મહિનાના 29 દિવસમાં કુલ 50 જેટલા નાના મોટા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 1000 કરતાં વધારે દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડનાર છે ત્યારે રાજુલા જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં એક અનોખી સમુહ લગ્નની સામાજિક ક્રાંતિ થઈ છે તે ઊડીને આંખે વળગી રહ્યું છે. રાજુલા ખાતે પ્રજાપતિ સમાજના સમુહલગ્નમાં ભાવેશભાઈ સોલંકીએ હાજરી આપી હતી.નવદંપતિઓને શુભેચ્છાઓ પાઠવી આવા ભગીરથ આયોજન બદલ સૌ આયોજકો સ્વયંસેવકોને અભિનંદન પાઠવ્યા હતા.આ તકે સાધુ-સંતો જિલ્લા ભાજપ મહામંત્રી પીઠાભાઈ નકુમ પ્રજાપતિ સમાજના આગેવાનો મનીષભાઈ વાળા અતુલભાઈ વાઘેલા જીવનભાઈ વાળા સહિતના ભાઈઓ બહેનો માતાઓ વડીલો ઉપસ્થિત રહ્યા હતા. ઉના ખાતે શ્રી ઉના ગીરગઢડા તાલુકા સમસ્ત કોળી સમાજ અને કોળીસેના તેમજ "દિપસ્વી"એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત દ્વિતીય સમુહલગ્નમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ હાજરી આપી હતી.સૌ આયોજકો વર-વધુઓને લગ્નજીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ તકે શ્રીમતી દીપાબેન મહેકકુમાર બાંભણીયા દિવ્યેશભાઈ સોલંકી હિરેનભાઈ સોલંકી ટીંબી APMC ચેરમેન ચેતનભાઈ શિયાળ ડો.અજિતભાઈ જીતેશકુમાર સહિતના કોળી સમાજના આગેવાનો સર્વ સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જાફરાબાદ લોઠપુર મુકામે શ્રી તળપદા કોળી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સમૂહલગ્ન સમારોહમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ હાજરી આપી હતી.પ્રભુતામાં પગલાં માંડનાર તમામ નવદંપતિઓને શુભેચ્છાઓ પાઠવી આવા આયોજન બદલ સ્વયંસેવકો આગેવાનોને બિરદાવ્યા હતા.આ તકે રાણાભાઈ મકવાણા (સરપંચ-લોઠપુર) કરશનભાઇ રાઠોડ ભરતભાઇ સાખટ ભીમજીભાઈ સોલંકી ભોજભાઈ કવાડ સહિતના આગેવાનો જોડાયા હતા.રાજુલામાં આહીર સમાજના સમૂહલગ્ન યોજાયા હતા જેમાં આહીર સમાજના આગેવાન બાબુભાઇ રામે હાજરી આપી હતી.
રિપોર્ટ - મહેશ વરુ - રાજુલા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.