રૂ. ૩ લાખથી વધુની કિંમતના ચોરાયેલા વીસ મોબાઈલ ફોન શોધીને મૂળ માલિકને પરત કરતી પ્રધ્યુમનનગર પોલીસ - At This Time

રૂ. ૩ લાખથી વધુની કિંમતના ચોરાયેલા વીસ મોબાઈલ ફોન શોધીને મૂળ માલિકને પરત કરતી પ્રધ્યુમનનગર પોલીસ


રાજકોટ :- રાજકોટ ખાતેના પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ભાર્ગવસિંહ ઝણકાટના માર્ગદર્શન હેઠળ પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ગુમ અથવા ચોરી થયેલા મોબાઈલ ફોન ટેકનિકલ સોર્સના આધારે શોધી કાઢવામાં આવ્યા હતા. આ કામગીરી અંતર્ગત સાયબર ક્રાઈમ ડિટેક્શન ટીમના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી શ્રી આઇ.એ.બેલીમ, શ્રી બી.વી.ચુડાસમા, શ્રી મહેન્દ્રભાઇ વાળા, શ્રી અરવિંદભાઇ ઝાપડીયા, શ્રી નગ્માબેન શેખ અને શ્રી જેસલબેન મોરીએ સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજીસ્ટર (CEIR) પોર્ટલનો ઉપયોગ કરી સતત મોનેટરીંગ કરતા રહે છે. જેના આધારે ગુમ અથવા ચોરાયેલ મોંઘાદાટ મોબાઈલ ફોનને ટ્રેક કરી શોધી કાઢવામાં આવે છે. જેમાં ગત એક માસમાં "CEIR" પોર્ટેલના ઉપયોગ થકી રૂ. .રૂ ૩,૭૭,૦૦૦/- કિંમતના કુલ ૨૦ મોબાઈલ ફોન શોધીને રીકવર કરવામાં આવ્યા અને મૂળ માલિકને પરત કરાયા હતા.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.