સંસ્કારનગરી સયાજીનગરી વડોદરા ખાતે વિશિષ્ટ ચતુર્થ મોતી મહોત્સવનું મહારાણી શ્રી રાધિકારાજે વડોદરાના હસ્તે કરવામાં આવ્યું
સંસ્કારનગરી સયાજીનગરી વડોદરા ખાતે વિશિષ્ટ ચતુર્થ મોતી મહોત્સવનું મહારાણી શ્રી રાધિકારાજે વડોદરાના હસ્તે કરવામાં આવ્યું
સંસ્કારનગરી સયાજીનગરી વડોદરા ખાતે ચતુર્થ મોતી મહોત્સવ તા.૨૭/૨૮ જુલાઈ૨૦૨૪ના બે દિવસો માટે મહારાણી ચીમનાબાઈ સ્ત્રી ઉધોગાલયમાં ભવ્યાતી ભવ્ય રીતે ઉજવાય ગયો. વિશિષ્ટને અનોખો આ ચોથો મહોત્સવ ગુજરાતના સાંસ્કૃતિકને ભાતીગળ ઇતિહાસમાં અંકિત થયો છે.
“ગુજરાતીઓમાં પોતાના ઇતિહાસ સંસ્કૃતિ કલા માટે અભિમાન કે ગૌરવ પેદા નહીં થાય તો તેમની પાસે ગમે તેટલું વિપુલ નાણું હશે તો પણ એ એની કશી કિંમત નથી. પોતાની સંસ્કૃતિ પ્રત્યે સ્વાભિમાન ન ધરાવતી પ્રજાનું રાષ્ટ્રમાં કે વિશ્વમાં ક્યાંય સ્થાન નથી” એમ કનૈયાલાલ મુનશી કહેતા હતા. આ જાતના મોતી મહોત્સવથી સર્જક બહેનોની કૃતિને અભિવ્યક્ત થવાનું બળ મળ્યું છે , જેમની સર્જનાત્મકતાને બળ ખીલવાનું પ્લેટફોર્મ મળ્યું છે, હજુ આમાં નવીન વિચારો આવતા એમાં અવનવા ઉમેરણ થશે. સમાજને પણ આદરભાવ ધીરે ધીરે પ્રગટશે કે આ બધા જ બહેનો ખરેખર વિલુપ્ત થતી કલાનું જતન કરી રહ્યા છે. આથી સમયાંતરે આ જાતના મોતીકળા મહોત્સવ દરેક મોટા શહેરોમાં અવશ્ય કરવા જોઈએ. જેનાથી કલા સર્જકોને બળ અને નવા વ્યક્તિત્વને માર્ગદર્શન મળશે, જેમને નવી દિશા સાંપડશે. આ મહોત્સવનું ઉદ્ઘાટન વડોદરાના મહારાણી શ્રી રાધિકારાજે ના હસ્તે કરવામાં આવ્યું હતું તેમણે પોતાની પ્રસનતા વ્યક્ત કરી તમામ સર્જક બહેનોને અભિનંદન પાઠવ્યા હતા અને મનભરીને મહોત્સવમાં હાજર રહી પોતાની કળા પ્રિયતા અને નમ્રતાનો પરિચય કરાવ્યો હતો, આ પ્રસંગે જસદણ સ્ટેટના રાણીસાહેબ અલોકીકારાજે અતિથિવિશેષ પદ શોભાવી મોતી મહોત્સવને અનેરી ગરિમા બક્ષી હતી. આ પ્રસંગે તમામ સર્જક બહેનોનું મોમેન્ટો આપી બહુમાન કરાયું હતું. આ પ્રકારના વિશિષ્ટ મોતી મહોત્સવના પ્રથમ બીજ રોપનાર ઈતિહાસકાર ડો.પ્રદ્યુમ્ન ખાચરને યાદ કરી મોતીકલાને જીવાડવાનું આ અગત્યનું પ્રસ્થાન કે પગલું સર્જક બહેનોએ ગણાવ્યું હતું. એક પછી એક મોતી મહોત્સવ સફળ થવાથી તથા કળાવંત સર્જકોનો ઉત્સાહ વધ્યો હોય એવું સ્પષ્ટ નજરે પડતું હતું. આ પ્રકારના મહોત્સવ તથા મોતીકલાને વિશ્વસ્તરે પહોચાડવા સરકારી સહાય અને મદદની જરૂરીયાત છે.
આ મહોત્સવનો મુખ્ય હેતુ વિસરાતી મોતીકલાને આગળ વધારવાનો તથા મોતીકલાના કસબીઓને બિરદાવવાનો તથા તેમને વધુ બળ મળે રોજગારી મળે એ માટેના પ્રયત્નો કરવાનો છે. આ અનોખા અનેરા મહોત્સવથી એમ લાગે છે કે આ ગુણવંતી કલાવંતી બહેનો આ કળાનો કાળ નહીં જ પડવા દે એવો વિશ્વાસ છે. આ મહોત્સવની રહેવા જમવાની અનેરી લાજવાબ વ્યવસ્થા વડોદરા કાઠી ક્ષત્રિય સમાજ વતી પ્રમુખ શ્રી ડી.ડી.ધાધલ અને શ્રી દિલીપભાઈ વાળા તથા તેમની ટીમે કરી હતી તેથી તેઓ સવિશેષ ખાસ અભિનંદનના અધિકારી છે એમ આ મહોત્સવનું આયોજન કરનાર શ્રી લતાબા ચાવડા અને પ્રતિમાબા વાળાની અખબારી યાદીમાં જણાવાયું છે.
*રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.