સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતગણના સંપન્ન - At This Time

સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતગણના સંપન્ન


સાબરકાંઠા બેઠક પર ૧૫૫૬૮૨ લીડ સાથે ભારતીય જનતા પાર્ટી વિજેતા.

લોકસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત સાબરકાંઠા જિલ્‍લામાં મંગળવારના રોજ હિંમતનગરની પોલિટેકનિક કોલેજ ખાતે સાબરકાંઠા જિલ્લાની સાત વિધાનસભા બેઠકની મતગણતરી યોજાઇ હતી આ મતગણના શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. સમગ્ર સંસદીય મતદાર વિભાગમાં ૬૭.૨૪ ટકા મતદાન નોંધાયુ હતુ. ૦૫ સાબરકાંઠા સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ હિંમતનગર, ઇડર,ખેડબ્રહ્મા,પ્રાંતિજ,ભીલોડા,મોડાસા અને બાયડ બેઠકની મતગણતરી સવારે ૮ કલાકે પોલિટેકનિક કોલેજ ખાતે યોજાઇ હતી.લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં ૧૫૫૬૮૨ લીડ સાથે ભારતીય જનતા પાર્ટી વિજેતા થઇ હતી.
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માં કુલ ૧૨૭૮૪૯૦ મત પૈકી ૧૨૪૮૨૮૨ મત માન્ય , ૨૧૩૨ મત અમાન્ય અને ૨૧૦૭૬ નોટા મતનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દરમિયાન ભારતીય જનતા પાર્ટીને ૬૭૭૩૧૮, ઇન્ડિયનનેશનલ કોંગ્રેસને૫૨૧૬૩૬,બહુજન સમાજ પાર્ટીને ૯૯૬૭ , લોગ પાર્ટીને. ૫૨૪૭, ગુંજ સત્ય ની જનતા પાર્ટીને ૨૭૭૩, ઈન્સાનિયત પાર્ટીને ૧૪૩૬, ભારતીય જન પરિષદને ૧૯૫૧, અપક્ષને ૨૭૯૫૪ મત મળ્યા હતા. જ્યારે ૨૧૦૭૬ મત નોટામાં પડ્યા હતા.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.