જામનગર ના ગુલાબ નગર માં રહેતા એક વિપ્ર યુવાનને હવન કરવો ભારે પડ્યો - At This Time

જામનગર ના ગુલાબ નગર માં રહેતા એક વિપ્ર યુવાનને હવન કરવો ભારે પડ્યો


જામનગર ના ગુલાબ નગર માં રહેતા એક વિપ્ર યુવાનને હવન કરવો ભારે પડ્યો

દરિયા દેવ સમક્ષ મહાકાળી ના મંદિર પાસે હવન કરતાં જામનગરના કેટલાક શખ્સોએ ઢોર માર માર્યો

જામનગરમાં ગુલાબ નગર નજીક મધુરમ સોસાયટીમાં રહેતા એક વિપ્ર યુવાનને દરિયાદેવની સમક્ષ મહાકાળી ના મંદિર પાસે હવન કરવો ભારે પડ્યો છે. જેને ધોકા વડે મૂઢ માર માર્યો હતો, અને તેના વાહનમાં પણ તોડફોડ કરી નાખી હતી. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

આ હુમલાના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગુલાબનગર નજીક મધુરમ સોસાયટીમાં રહેતા ઉદય સનત કુમાર વ્યાસ નામના ૪૪ વર્ષના વિપ્ર યુવાને પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી હાથ પગ તેમજ અન્ય ભાગોમાં ઈજા પહોંચાડવા અંગે હિતેશ ઉર્ફે વાંગો તથા તેના અન્ય સાગ્રીતો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર વિપ્ર યુવાને પોતાની માનતા પૂરી કરવા માટે જુના નાગના નજીકના દરિયા કિનારે મહાકાળીના મંદિર નજીક હવન કર્યો હતો, જે હવન આરોપીઓને પસંદ પડ્યો ન હતો, અને તું અહીં શું કામ હવન કરે છે, તેમ કહી તકરાર કરી માર માર્યો હતો, વાહનમાં પણ તોડફોડ કરી નાખી હતી. જે બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવ્યા પછી પીએસઆઇ આર.પી. અસારી વધુ તપાસ ચલાવી રહ્યા છે.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.