મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન વિભાગની અલગ અલગ ટીમો દ્વારા ગોધરા અને ખેડા જિલ્લાના કુલ ૯ પેટ્રોલ પંપની તપાસણી કરાઈ - At This Time

મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન વિભાગની અલગ અલગ ટીમો દ્વારા ગોધરા અને ખેડા જિલ્લાના કુલ ૯ પેટ્રોલ પંપની તપાસણી કરાઈ


ગોધરા

ગોધરામાં-૨ પેટ્રોલ પંપ તેમજ ખેડા જીલ્લામાં-૧ પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ તેમજ ડીઝલ ઘટ આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

આજરોજ ગુજરાત રાજ્યના કાનૂની માપ વિજ્ઞાન તંત્રના, નિયંત્રકશ્રી આર.આર.ગોહેલ (GAS), નાયબ નિયંત્રકશ્રી એસ.એસ.વિશાણાશ્રીઓના માર્ગદર્શન હેઠળ મદદનીશ નિયંત્રક ગોધરાશ્રી એચ.એસ.પટેલ તેમજ ફ્લાઇંગ સ્કોડ નિરીક્ષક તથા સિનિયર/જુનિયર નિરીક્ષકોની અલગ અલગ ટીમ બનાવી પંચમહાલ જિલ્લાના ગોધરામાં તેમજ ખેડા જીલ્લામાં કુલ-૯ પેટ્રોલ પંપોની ઓચિંતી તપાસણી કરવામાં આવી હતી.

જેમાં પંચમહાલ જીલ્લાના ગોધરામાં-૨ પેટ્રોલ પંપ તેમજ ખેડા જીલ્લામાં-૧ પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ તેમજ ડીઝલની નોઝલમાં નિયત મર્યાદા કરતાં ઓછી ડિલિવરી માલુમ પડતાં ત્રણ એકમો સામે ધી લીગલ મેટ્રોલોજી એક્ટ-૨૦૦૯ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરીને ઉપરોક્ત પંપ જપ્તી હેઠળ અટકાયત કરવામાં આવ્યા છે તેમ મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીશ્રી ગોધરા - પંચમહાલએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

રીપોર્ટ વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.