રાજકોટમાં આજીડેમ 108 એમ્બ્યુલન્સનાં સ્ટાફે ઈજા પામેલ યુવકની રૂ.2.61 લાખની વસ્તુઓ પરિવારને હેમખેમ પરત સોંપી
રાજકોટ ઇમરજન્સી 108 સેવાના કર્મીઓ અવારનવાર માનવતા અને પ્રામાણિકતાની મિસાલ પૂરી પાડતાં હોય છે. 108 સેવાના મૂળમાં તેના કર્મચારીઓની કર્તવ્ય પરાયણતા છે. તેના કર્મચારીઓની આવી કર્તવ્ય પરાયણતા અને નિષ્ઠાનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં આજી ડેમ રાજકોટ 108 સ્ટાફે રૂ. 2 લાખ કરતાં વધુ રકમના સોના-ચાંદીના ઘરેણાં ઉપરાંત મોબાઇલ, ઘડિયાળ તેમજ આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, ATM કાર્ડ અને રોકડ 3500 મળી અંદાજિત રૂ. 2,60,850 ઇજાગ્રસ્ત યુવકનાં પરિવારને પરત કરી ઇમાનદારીનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.