કનૈયાલાલના હત્યારોને ઠોકી દો, ચાર દિવસમાં ફાંસી આપો, રાજસ્થાનના મંત્રી ઉકળી ઉઠયા - At This Time

કનૈયાલાલના હત્યારોને ઠોકી દો, ચાર દિવસમાં ફાંસી આપો, રાજસ્થાનના મંત્રી ઉકળી ઉઠયા


નવી દિલ્હી,તા 29 જૂન 2022,બુધવારનુપુર શર્માને સમર્થન આપવા બદલ રાજસ્થાનના ઉદેપુરમાં એક ટેલર કનૈયાલાલનુ ગળુ કાપીને હત્યા કરી દેવાઈ હોવાની ઘટના બાદ આખા દેશમાં ભારે આક્રોશ છે.દરમિયાન કનૈયાલાલની હત્યા કરનારા બે કટ્ટરવાદીઓ પર રાજસ્થાનના મંત્રી પ્રતાપસિંહ ખચારિયા ભડકયા છે. તેમનુ કહેવુ છે કે, આ બંને કાયરો પહેલા ચાકુ બતાવીને વિડિયો ઉતારી રહ્યા હતા પણ હવે પોલીસના ડંડા પડ્યા છે તો હવા નીકળી ગઈ છે. આવા લોકોને ઠોકવામાં ના આવે તો બીજુ શું કરવામાં આવે. આ લોકોને ચાર દિવસમાં ફાંસી પર લટકાવી દેવા જોઈએ અથવા તો તરત જ ઠોકી દેવા જઈએ...તેમણે કહ્યુ હતુ કે, કનૈયાલાલ પર હુમલો કરનારાના ચહેરા તો જુઓ. તેમના ચહેરા જોઈને લાગે છે કે, આ લોકો અફઘાનિસ્તાનથી આવ્યા છે. મારૂ લોહી ઉકળી રહ્યુ છે. તેમને કોર્ટ ફાંસી પર લટકાવશે.મંત્રીએ સ્વીકાર્યુ હતુ કે, પોલીસે આ ઘટનાને હળવાશથી લીધી હતી. ખુદ સીએમ ગહલોત પણ કહી ચુકયા છે કે, આ ઘટનાને હળવાશથી લેવામાં આવી હતી. જો પોલીસ કર્મીઓ દોષી હશે તો તેમને પણ સજા થશે.પ્રતાપસિંહે કહ્યુ હતુ કે, ભારત સરકાર હોય કે રાજસ્થાન સરકાર પણ જે સ્થિતિ પેદા થઈ છે તેની સામે કોંગ્રેસ અને ભાજપથી ઉપર ઉઠીને એક થવાની જરૂર છે. આપણે બધાએ આગળ આવીને આકરી કાર્યવાહી કરવી પડશે. કોઈ સરકાર જવાબદારીમાંથી પાછળ હટી શકે નહીં. આ તાલિબાની વિચારધારા નહીં ચાલે..આ લોકો ઈસ્લામને બદનામ કરી રહ્યા છે. આ લોકોની બહાદુરી નીકળી જશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.