જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા શ્રી ઝવેરચંદ મેઘાણી ન.પ્રા.શાળા નં.૧૬. (પરા ) , ડો.અબ્દુલ કલામ ન.પ્રા. શાળા નં.૭ તથા રાણી લક્ષ્મી બાઈ ન.પ્રા. શાળા નં.૧૮ (જયા નગર) બોટાદ ખાતે શૈક્ષણિક કીટ વિતરણ કરાઈ
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૪
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા શ્રી ઝવેરચંદ મેઘાણી ન.પ્રા.શાળા નં.૧૬. (પરા ) , ડો.અબ્દુલ કલામ ન.પ્રા. શાળા નં.૭ તથા રાણી લક્ષ્મી બાઈ ન.પ્રા. શાળા નં.૧૮ (જયા નગર) બોટાદ ખાતે શૈક્ષણિક કીટ વિતરણ કરાઈ
કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૪ કાર્યકમ અંતર્ગત તા.૨૭/૬/૨૪ ના રોજ બોટાદ ન.પ્રા.શિ.સમિતિ સંચાલિત શ્રી ઝવેરચંદ મેઘાણી ન.પ્રા. શાળા નં.૧૬ (પરા ) , ડો.અબ્દુલ કલામ ન.પ્રા. શાળા નં.૭.(હરણ કુઈ) તથા રાણી લક્ષ્મીબાઈ ન.પ્રા. શાળા નં૧૮.(જ્યા નગર) બોટાદ ખાતે સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા બાલવાટિકા તથા ધોરણ ૧ માં પ્રવેશ મેળવનાર તમામ બાળકો ને શુભેચ્છાઓ પાઠવી જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ કરાયું.
આ પ્રસંગે શ્રી દિલીપ ભાઈ જોશી વાઇસ ચેરમેન શિક્ષણ સમિતિ , જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સ્થાપક ઉપ પ્રમુખ ,ફેડરેશન ડિરેક્ટર ગ્રીન મેન સી.એલ.ભીકડીયા ,જાયન્ટ્સ સંસ્થા ના ઉપ પ્રમુખ ડો.પ્રશાંત ભાઈ કળથીયા ,પૂર્વ પ્રમુખ નિલેશભાઈ કોઠારી , નરેશભાઈ માવાણી , મન્સુરભાઈ ખલયાણી ,નાસિર ભાઈ ખલયાણી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.