બાલાસિનોર તાલુકામાં ભારે વરસાદથી ચાર મકાનોની દીવાલો ધરાશયી.
મહીસાગર બાલાસિનોર તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતો ખુશ ખુશાલ છે તો તાલુકાના જુદા જુદા ચાર સ્થળોએ કાચા મકાનોની દિવાલો ધરાશયી થઇ હતી. પરંતુ સદનસીબે કોઈ જાનહાની કે પશુહાની થઈ થઇ નથી. જેથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
બાલાસિનોર અને તાલુકામાં તારીખ 9મીની રાતથી ૧૦મી સવારના 11 વાગ્યા સુધીમાં 44 મિ.મિ. વરસાદ પડતા તાલુકાના સુતરીયા, ઓથવાડ, ઓધવજીના મુવાડા (માળના મુવાડા )માં કાચા મકાનોની દીવાલ ધરાસયી થવાના અને જોરાપુરામાં દીવાલ તથા છત પડી જવાની ઘટના બની છે. પરંતુ સદનસીબે કોઈ જાનહાની કે પશુહાની થયેલ નથી. મકાનોની દીવાલ ધરાશયી થતાં તંત્ર હરકતમાં આવ્યું છે, જે તે ગામના તલાટીઓએ ટી.ડી ઓ.ને રિપોર્ટ કર્યો છે.
અત્યાર સુધીમાં કુલઃ૨૯૬ મિ.મિ. એટલે કે 12 ઇંચ વરસાદ આ મોસમનો નોંધાયો છે જે ખેતીલાયક હોય ખેડૂતો વાવણીના કામમાં લાગી ગયા છે. રવીવારે 29 મી.મી અને સોમવારે 44 મિ. મિ. પડેલ વરસાદ ખેતીલાયક રહેતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.