દર્શન સાથે જોડાયેલી બાબતો પર કિચ્ચા સુદીપે કરી વાત:ફેનની હત્યાથી કન્નડ ઇન્ડસ્ટ્રી થઇ બદનામ, પીડિત પરિવારને ન્યાય મળે - At This Time

દર્શન સાથે જોડાયેલી બાબતો પર કિચ્ચા સુદીપે કરી વાત:ફેનની હત્યાથી કન્નડ ઇન્ડસ્ટ્રી થઇ બદનામ, પીડિત પરિવારને ન્યાય મળે


કન્નડ અભિનેતા કિચ્ચા સુદીપે હાલમાં એક્ટર દર્શન થૂગુદીપાની હત્યા કેસ પર વાત કરી છે. તેમણે કહ્યું કે પીડિત રેણુકા સ્વામીની પત્ની અને તેમના આવનાર બાળકને ન્યાય મળવો જોઈએ. સુદીપે વધુમાં એમ પણ કહ્યું કે, આ ઘટનાને કારણે લોકો કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઉપર પણ સવાલો ઉઠાવી રહ્યા છે. તેમને આશા છે કે એકવાર ગુનેગારને સજા થઈ જાય પછી ઉદ્યોગને ક્લીનચીટ મળી જશે. રેણુકા સ્વામીને ન્યાય મળવો જોઈએઃ કિચ્ચા
એક ઇન્ટરવ્યૂમાં સુદીપે દર્શનનું નામ લીધા વગર વાતચીતમાં કહ્યું હતું કે, 'આપણને ફક્ત એ જ ખબર છે કે જે મીડિયા આપણને બતાવી રહ્યું છે કારણ કે આપણે માહિતી મેળવવા પોલીસ સ્ટેશન નથી જઈ રહ્યા. એવું લાગે છે કે પોલીસ અને મીડિયા આ મામલાની સંપૂર્ણ સત્યતા બહાર લાવવામાં વ્યસ્ત છે અને તેમાં કોઈ શંકા નથી. સુદીપે રેણુકા સ્વામીના પરિવાર માટે ન્યાયની માગ પણ કરી હતી. તેમણે કહ્યું, 'રસ્તામાં માર્યા ગયેલા રેણુકા સ્વામીને ન્યાય જરૂર મળવો જોઈએ. તેના પરિવાર અને તેના આવનાર બાળકને ન્યાય મળવો જોઈએ. સૌથી મોટી વાત એ છે કે આપણે બધા ન્યાયમાં વિશ્વાસ કરીએ છીએ અને અમને વિશ્વાસ છે કે આ કેસમાં ન્યાય થવો જોઈએ. 'કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું નામ કલંકિત થયું'
સુદીપ પણ માને છે કે આ હત્યા કેસ અને ત્યારબાદ એક્ટર દર્શનની ધરપકડથી કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું નામ કલંકિત થયું છે. વધુમાં કહ્યું કે, 'દરેક વ્યક્તિ ઈચ્છે છે કે પીડિતાના પરિવારને ન્યાય મળે. આ સમયે વાતાવરણ ખૂબ જ ખરાબ થઈ ગયું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પણ ન્યાય મળવો જરૂરી છે. આશા રાખીએ કે ગુનેગારને સજા થયા બાદ ઉદ્યોગને ક્લીનચીટ મળી જશે. માત્ર બે લોકોના નામે ઇન્ડસ્ટ્રીઝ નથી ચાલતી. આની સાથે હજારો લોકો જોડાયેલા છે. ગુનેગારને સજા થયા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ રાહતનો શ્વાસ લઈ શકશે. સુદીપ અને દર્શન એક સમયે ગાઢ મિત્રો હતા
સુદીપ અને દર્શન ગાઢ મિત્રો હતા. બંને ઘણીવાર સાથે જોવા મળતા હતા, જો કે, 2017માં દર્શને કિચ્ચા સુદીપના નિવેદનથી ગુસ્સે થઈને તેમની સાથે મિત્રતા તોડી નાખી હતી. રિપોર્ટ્સનું માનીએ તો તેમની ઝઘડાનું કારણ એક ફિલ્મ હતી. સુદીપની મદદથી જ દર્શનને તેની પહેલી ફિલ્મ મળી હતી, જો કે જ્યારે સુદીપે એક ઇન્ટરવ્યૂમાં આ વાતનો ઉલ્લેખ કર્યો ત્યારે દર્શન તેના પર ગુસ્સે થઈ ગયો હતો. સુદીપે એકઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમણે પહેલીવાર દર્શનને જોયો જ્યારે તે ફિલ્મના સેટ પર અન્ય ક્રૂ મેમ્બર્સની સાથે ક્લેપબોર્ડ લઈને ઊભો હતો. સુદીપે કહ્યું હતું કે તે ફિલ્મ છોડતી વખતે તેમણે નિર્માતાઓને દર્શનને લીડ રોલમાં લેવા માટે પણ કહ્યું હતું. ટ્વીટમાં માહિતી શેર કરવામાં આવી હતી
જ્યારે આ નિવેદન બહાર આવ્યું ત્યારે દર્શન તેનાથી ગુસ્સે થઈ ગયો અને તેમણે સુદીપ સાથેની મિત્રતા તોડી નાખી. આ મામલો એટલો ચર્ચામાં હતો કે ખુદ દર્શને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે તે અને કિચ્ચા સુદીપ હવે મિત્રો નથી. દર્શન પર હત્યાનો આરોપ
કન્નડ એક્ટર દર્શન થુગુદીપા હાલમાં બેંગલુરુમાં રહેતા રેણુકા સ્વામીના હત્યાના આરોપમાં જેલના સળિયા પાછળ છે. 11 જૂનના રોજ તેતેમને અને તેમના ભૂતપૂર્વ સહ કલાકાર પવિત્રા ગૌડાની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને દર્શન અને એક્ટ્રેસ પવિત્રા પર શંકા ગઈ જ્યારે બંને સીસીટીવી ફૂટેજમાં ક્રાઈમ સીન છોડીને જતા જોવા મળ્યા. 47 વર્ષીય અભિનેતા દર્શન કન્નડ સિનેમાનો જાણીતો ચહેરો છે. તેમણે કરિયા, કલાસીપલ્યા, ગજા, નવગ્રહ, સારથી, બુલબુલ, યજમાન, રોબર્ટ, કટેરા જેવી કન્નડ ભાષાની સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેને 9 વખત બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.