ફેન્સનો પ્રેમ જોઈને કિઆરા ભાવુક થઇ:બોલિવૂડમાં 10 વર્ષ પૂરા થતા ફેન મીટનું આયોજન કર્યું, ઈમોશનલ વીડિયો શેર કર્યો - At This Time

ફેન્સનો પ્રેમ જોઈને કિઆરા ભાવુક થઇ:બોલિવૂડમાં 10 વર્ષ પૂરા થતા ફેન મીટનું આયોજન કર્યું, ઈમોશનલ વીડિયો શેર કર્યો


બોલિવૂડ એક્ટ્રેસ કિઆરા અડવાણીએ હાલમાં જ બોલિવૂડમાં 10 વર્ષ પૂરા કર્યા છે. આ ખાસ તકે એક્ટ્રેસે એક ફેન મીટનું આયોજન કર્યું હતું, જેમાં તે ભાવુક થતી જોવા મળી હતી. એક્ટ્રેસે આ મીટિંગની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કર્યા છે. વીડિયોમાં ફેન્સનો પ્રેમ જોઈને કિઆરા રડતી જોવા મળી રહી છે. આજે પણ એવું લાગે છે કે હજુ તો કાલની વાત છે : કિઆરા
આ રીલ શેર કરતી વખતે કિઆરાએ લખ્યું, '13 જૂન 2014. 10 વર્ષનો સમય વીતી ગયો પણ એવું લાગે છે કે ગઈકાલે જ થયું. હું હજી પણ એ જ છોકરી છું જે તેના પરિવાર માટે પર્ફોર્મન્સ કરવા માટે ઉત્સાહિત છે. અને હવે મારો પરિવાર એટલો મોટો બની ગયો છે કારણ કે તમે બધા તેનો એક ભાગ બની ગયા છો. મને આટલો પ્રેમ અને આશીર્વાદ આપવા બદલ હું આપ સૌનો આભારી છું. ટીમને બાળપણનો વીડિયો બતાવ્યો
વીડિયોની શરૂઆતમાં કિઆરા તેની ટીમને કહેતી જોવા મળે છે કે તે તેની કરિયરની શરૂઆતમાં તેમના પરિવાર માટે શો કરતી હતી. તે પછી તે તેમની ટીમને તેમના બાળપણનો એક વીડિયો પણ બતાવે છે, જેમાં તે પરફોર્મ કરતી જોવા મળે છે. 'ફુગલી'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું
કિઆરાએ વર્ષ 2014માં ફિલ્મ 'ફુગલી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તે 'એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી', 'કલંક', 'કબીર સિંહ', 'ગુડ ન્યૂઝ', 'શેરશાહ' અને 'ભુલ ભૂલૈયા 2' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. અભિનેત્રી છેલ્લે ગતવર્ષે રિલીઝ થયેલી કાર્તિક આર્યન સ્ટારર 'સત્યપ્રેમ કી કથા'માં જોવા મળી હતી. 'ડોન 2' અને 'વોર 2'માં જોવા મળશે
આ વર્ષે કિઆરા શંકરની ફિલ્મ 'ગેમ ચેન્જર'માં જોવા મળશે જેમાં રામ ચરણ સાથે સ્ક્રીન શેર કરશે. આ સિવાય તે 'ડોન 2' અને 'વોર 2' જેવા પ્રોજેક્ટનો પણ ભાગ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.