વહિવટી તંત્ર દ્વારા 1,274 લોકોને કેશડોલ્સની ચૂકવણી, 112 પશુઓના મૃત્યુ થતાં રૂ. 42 લાખ ચૂકવાશે - At This Time

વહિવટી તંત્ર દ્વારા 1,274 લોકોને કેશડોલ્સની ચૂકવણી, 112 પશુઓના મૃત્યુ થતાં રૂ. 42 લાખ ચૂકવાશે


રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવનને ગંભીર અસર પહોંચી હતી. જોકે, હવે વરસાદે વિરામ લેતા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનમાં વરસાદના અસરગ્રસ્ત લોકોને કેશડોલ્સની ચૂકવણી શરૂ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે, વરસાદની સ્થિતિ તેમજ કામગીરીની સમીક્ષા માટે આજે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટી તંત્ર-ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં 1,274 અસરગ્રસ્તોને કેશડોલ્સ ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. જોકે, તેમા મામૂલી રૂ. 120 જેટલી સહાય છે. જ્યારે 112 પશુના મૃત્યુ થતાં એક પશુ દીઠ રૂ. 37,500 ચૂકવાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.