30 એકરમાં રુ.200 કરોડના ખર્ચે નિરાધાર, પથારીવશ માવતરો માટે સદભાવના વૃદ્ધાશ્રમનું નવું ભવન   - At This Time

   30 એકરમાં રુ.200 કરોડના ખર્ચે નિરાધાર, પથારીવશ માવતરો માટે સદભાવના વૃદ્ધાશ્રમનું નવું ભવન  


સદભાવના વૃધ્ધાશ્રમનો સંસ્થા પરીચય

 

   30 એકરમાં રુ.200 કરોડના ખર્ચે નિરાધાર, પથારીવશ માવતરો માટે સદભાવના વૃદ્ધાશ્રમનું નવું ભવન  

   બનાવવાનું આયોજન, રવિવારે ભૂમિપૂજનમાં સંતો-મહંતો આવશે.

•   સમગ્ર રાજકોટ, ભારતમાંથી 10,000 શ્રેષ્ઠીઓ,કાર્યકર્તાઓ પધારશે

•   પૂ. મોરારિ બાપુ ભૂમિ પૂજન માં ખાસ ઉપસ્થિત રહેશે

•   700 રૂમ, 7 વિશાળ પરિસરમાં બનશે

•   10 લાખ સ્ક્વેર ફુટનું બાંધકામ

•   ત્રણ વર્ષ માં સંપૂર્ણ પરિસર તૈયાર થઈ જશે

•   દોઢ વર્ષ પછી વડીલોને પ્રવેશ આપવાનું શરૂ થઈ જશે.

•   જૈન વૃદ્ધાશ્રમ પણ સાથે જ બનાવશે જ્યાં જૈન પરંપરાનું પાલન કરાશે.

•   સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા પથારીવશ વ્યક્તિઓ (કોઈપણ ઉંમરનાં) ને પ્રવેશ અપાશે.

•   પોતાની આસપાસમાં કોઈ નિરાધાર, નિઃસહાય પથારીવશ વ્યકિત (કોઈપણ ઉંમરનાં) જોવા મળે તો તેમને 

    સદભાવના વૃધ્ધાશ્રમ (રાજકોટ) સુધી પહોંચાડવા જાહેર વિનંતી

 
વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વ્યકિતઓ નિરાઘાર બનતા જાય છે. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા આઠ વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે. વૃધ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરીયાતમંદ વૃધ્ધ વ્યકિતઓ પાસેથી કોઈપણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે. ગુજરાતનાં સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ 500 જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે. તેમાંથી 180 વડીલો પથારીવશ (ડાઇપર વાળા) છે. સાવ પથારીવશ વ્યક્તિઓ (કોઈપણ ઉંમરના) કે જેની સેવા ચાકરી કરવાવાળું પણ કોઈ ન હોય, એકલવાયી-નિરાધાર હાલતમાં પોતાનુ જીવન વ્યતિત કરતા હોય કે પોતાની પીડાને લઈને દરરોજ મૃત્યુ વહેલુ આવે તેવી કમનસીબ પ્રાર્થના કરતા હોય તેવા વ્યક્તિઓ (કોઈપણ ઉંમરનાં) માટે સદભાવના વૃધ્ધાશ્રમમાં વિશેષ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. આવા પથારીવશ વ્યક્તિઓ (કોઈપણ ઉંમરનાં)ને પણ સદભાવના વૃધ્ધાશ્રમ પોતાની ફરજનાં ભાગરૂપે નિઃશુલ્ક આશ્રય અપાઈ રહયો છે. યથાશકિત સેવા કરાઈ રહી છે. પોતાની આસપાસમાં કોઈ નિરાધાર કે નિઃસહાય, પથારીવશ વ્યકિતઓ (કોઈપણ જોવા મળે તો તેમને સદભાવના વૃધ્ધાશ્રમ : (રાજકોટ ઉપરના) સુધી પહોંચાડવા જાહેર વિનંતી કરાઈ છે.

 

રાજકોટમાં દેશનો મોટો 700 રૂમનો વૃદ્ધાશ્રમ બનશે

એકસાથે 2100 પથારીવશ બીમાર વૃદ્ધોને આશરો આપી તેની સાર - સંભાળ લઈ સારવાર કરાશે

દેશના કોઈ પણ ખૂણે નિરાધાર વૃદ્ધ લાચાર, પથારિવશ વૃદ્ધોને હવે આગામી સમયમાં રાજકોટ ખાતે આશરો મળવાની સાથે યોગ્ય સારવાર પણ મળી રહેશે. રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ બનશે. જેમાં 700 રૂમ બનાવવામાં આવશે. આવા વડીલોને આશરો મળવાની સાથે સાથે તેની સારવાર પણ વિનામૂલ્યે કરવામાં આવશે. એકસાથે 2100 વડીલોને આશરો આપવામાં આવશે. સદભાવના વૃદ્ધાશ્રમના સંચાલકો જણાવે છે કે આખો પ્રોજેક્ટ કુલ રુ.200 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. કુલ 7 ટાવર હશે. અત્યારે પણ હાલ જે આશ્રમ છે તેમા 500 વડીલોને આશરો આપવામાં આવી રહ્યો છે. આ આશ્રમમાં એવા જ વડીલોને આશરો અપાશે કે જે નિરાધાર છે જેને કોઈ સંતાન નથી તેમજ તેઓ લાચાર છે.

અહી આશરો લેતા વડીલોનું સન્માન જળવાઈ રહે તે માટે  એક નવો જ અભિયાન રાખ્યો છે. જેના માટે કહીએ છીએ કે, અમારે માવતર જોઈએ છે,રવિવારે આ વૃદ્ધાશ્રમનું ભૂમિપૂજન છે. જેમાં મોરારિબાપુ સહિતના સંતો-મહંતો હાજર રહેશે.સદભાવના વૃદ્ધાશ્રમનું નાનકડું સેવા વિચારબીજ આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે. સંવેદનાના સિચનઠિ હવે એ વટવૃક્ષમાંથી ભર્યુંભાદર્યું વૃંદાવન બનાવવાનું આ અભિયાન છે. સેવા યજ્ઞની વિશાળ વેદીને આકાર આપતી ઘટનાની ઘડી એટલે ‘સદભાવના વૃદ્ધાશ્રમ’ ના નવનિર્માણની ભૂમિનું પવિત્રીકરણ કરવાનો મંગળ અવસર. તારીખ : 28-05-2023 અને રવિવારના દિવસે, સવારે 08:30 વાગ્યાના શુભ સમયે. સદભાવના વૃદ્ધાશ્રમ (રાજકોટ જામનગર હાઇ-વે,રામપર,રાજકોટ)ના અલોકિક સંકૂલનું ભૂમિપૂજન નિર્ધારવામાં આવ્યું છે. આ કલ્યાણકારી પ્રસંગે સૌને ઉપસ્થિત રહીને સેવાયજ્ઞના સાક્ષી અને સહયોગી બનવા જાહેર આમંત્રણ પાઠવાયુ છે. સાથમાં સાંસ્કૃતિક કાર્યક્રમપણ યોજાશે. ભૂમિપૂજન અવસર પછી ઉપસ્થિત રહેનાર સૌ માટે ભોજન પ્રસાદ ની વયસ્થા પણ કરાઇ છે. રાજકોટ જામનગર હાઇ-વે,રામપર,રાજકોટ ખાતે આ સમારોહ યોજાશે. સદભાવના વૃદ્ધાશ્રમમાં અત્યારે 500 વડીલો છે. તેમજ દર મહિને 100 જેટલા વડીલો પ્રવેશ માટે આવી રહ્યા છે. જે રીતે પ્રવેશ મેળવનારણી સંખ્યા વધારે છે. તેને ધ્યાનમાં રાખીને આ વૃદ્ધાશ્રમ તૈયાર કરવાનો વિચાર આવ્યો છે અને તેની અમલવારી કરી છે. વડીલોને તમામ સુવિધાઓ વૃદ્ધાશ્રમમાં મળી રહેશે.

વૃદ્ધોની તમામ સુવિધાનો ખ્યાલ રખાયો,આ પ્રકારની સુવિધા હશે

 

>> દરેક માળે અગાશી હશે જેમાં વડીલો વોકિંગ કરી શકશે

>> પથારીવશ માવતરોની કેર કરવા માટે કેર ટેકરની મોટી ટીમ ચોવીસ કલાક ત્રણ સો પાંસઠ દિવસ ફરજમાં રહેશે.

>> નવ નિર્મિત ભવનમાં દરેક જગ્યાએ, દરેક માળે, વડીલો વ્હીલ ચેરમાં જઈ શકે તેવી સુવિધા હશે. 

>> કુલ 7 ટાવર હશે. દરેક ટાવરમાં 100 રૂમ છે.

>>દરેક રૂમમાં હવા -ઉજાશ,ગ્રીનરિ જળવાઈ રહે તેનો પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે.

 

જૈન સમાજના વડીલો માટે આખો ટાવર જ અલગ,જ્યાં દેરાસર પણ બનશે

જૈન સમાજના વડીલોને જૈન ભોજન મળી રહે તેને કોઈ મુશ્કેલિના પડે ટે માટે કુલ 7 ટાવર માંથી એક ટાવર માત્ર જૈન સમાજ માટે જ રાખવામાં આવશે. જ્યાં જૈન સમાજના જ વડીલોને આશરો આપવામાં આવશે. આ ઉપરાંત તેમા દેરાસર પણ બનાવવામાં આવશે. જેથી કરીને વડીલોની સુવિધા માં વધારો થાય. સંચાલકોનાં  જણાવ્યાનુસાર સામાન્ય રીતે જૈન સમાજના વડીલોની જીવનશૈલીને ધ્યાનમાં રાખીને આ પ્રકારની વયસ્થા ઊભી કરવાનો વિચાર આવ્યો છે. વયસ્થા તમામ લોકો એક પરિવારની જેમ રહી શકશે તેમ સંચાલકે જણાવ્યું છે.

સદભાવના વૃદ્ધાશ્રમનું ગુજરાતને ગ્રીન સ્ટેટ બનાવવાનું મહત્વાકાંક્ષી સ્વપ્ન છે. અત્યાર સુધીમાં ગુજરાતનાં 10 જિલ્લાઓમાં 20 લાખ વૃક્ષોનું વાવેતર અને જતન પણ થઇ ગયો છે. આગામી વર્ષોમાં સમગ્ર ગુજરાતમાં 20 કરોડ વૃક્ષો વાવવામાં આવશે અને તેનો ઉછેર પણ કરવામાં આવશે. ગુગલ મેપમાંથી કોઈ વિદેશમાંથી પણ જોવે તો તેને ગુજરાત લીલુછમ (ગ્રીન ગુજરાત) દેખાય એ સદભાવના વૃદ્ધાશ્રમનું સાત્વિક સ્વપ્ન છે.  સાથોસાથ તેના જતનની પણ તકેદારી લેવામાં આવશે. જેને ખૂબ ટૂંકા સમયમાં 20,00,000 વૃક્ષો વિનામૂલ્યે પીજરા સાથે વાવી તેનું જતન કરવામાં આવ્યું છે, મિયાવાકી જંગલ સ્વરૂપે કરાયું છે. વૃક્ષો વાવીને મોટું ભગીરથ કાર્ય કર્યું છે. વૃક્ષો વાવવા સહેલા છે. પણ તેની માવજત કરવી અઘરી છે. જયારે આ સંસ્થા દ્વારા વૃક્ષોના વાવેતર સાથે તેને પિંજરાથી રક્ષણ આપવામાં આવે છે અને સાથે જાહેર સ્થળોએ વાવેલા વૃક્ષોને પાણી પીવડાવવા સહિતની કામગીરી કરીને તેના ઉછેરની સંપૂર્ણ જવાબદારી નિભાવવામાં આવે છે. સદભાવના વૃધ્ધાશ્રમનું 'ધ ગ્રીન મૈન' તરીકે જાણીતા વિજયભાઈ ડોબરીયા સફળ રીતે સુકાન સંભાળી રહયા છે. તેઓએ વડીલોની અને પર્યાવરણની બન્નેની સેવા કરવાના સંકલ્પ સાથે નાની એવી સંસ્થા શરૂ કરી હતી જે આજે ભગીરથ કાર્યોથી વટવૃક્ષ બનીને લોકપ્રિય બની છે. વિજયભાઈ ડોબરીયાનાં માર્ગદર્શન હેઠળ સદભાવના વૃધ્ધાશ્રમની ટીમ વૃક્ષારોપણની કામગીરી પુરજોશમાં કરી રહી છે. સંસ્થા હાલ 250 ટ્રેકટર, 250 ટેન્કર વડે વૃક્ષોને નિયમીત રીતે પાણી પીવડાવી 700 લોકોનો પગારદાર સ્ટાફ આ અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન પાછળ અંદાજીત બાવન કરોડથી પણ વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. જે માટે રાજય સરકારે 'ધ ગ્રીન મેન' વિજયભાઈ ડોબરીયાનું 'વન પંડીત' એવૉર્ડથી સન્માન પણ કર્યુ હતું. રાજકોટ શહેરમાં જુદા-જુદા અનેક રસ્તાઓ પર વૃક્ષારોપણ કરીને રળીયામણા કરવામાં આવ્યા બાદ હવે સદભાવના વૃધ્ધાશ્રમ તરફથી આ વર્ષે રાજકોટને જોડતા હાઈ-વે પર વૃક્ષારોપણનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટથી મોરબી ૬૦ કિમીના રસ્તાની બંને સાઈડ ઉપર આ વર્ષે વૃક્ષારોપણનું કામ શરૂ થયું છે. તે જ રીતે હવે રાજકોટથી ભાવનગર સુધી ૧૭૦ કિ.મી.ના હાઈવે ઉપર વૃક્ષારોપણ થઈ ગયું છે. એક સમયે આ હાઈ વે વૃક્ષોથી રળીયામણાં હતા, પરંતુ ફોરટ્રેક અને સિક્સટ્રેક થતાં વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે. તેથી ફરીને આ હાઈ-વે હરીયાળા કરવાનું અભિયાન સ્વૈચ્છિક રીતે, માત્ર પર્યાવરણની સેવાની ભાવનાથી હાથ ઘરવામાં આવ્યું હોવાનું જણાવી આ અભિયાનનાં સુત્રધાર વિજયભાઈ ડોબરીયાએ જણાવ્યું હતું કે રાજકોટમાં અમે ૭૧ હજાર પરીવારોનાં ઘર આંગણે વૃક્ષો ઉછેર્યા છે. જેમાં 2 લાખ જેટલા વૃક્ષો વવાઇ ચુક્યા છે અને તેનું જતન પણ થઇ ચુક્યું છે. જામનગર શહેરમાં પણ વૃક્ષારોપણનું કામ આગળ વધાર્યું છે. સુરતમાં પણ 60 હજાર વૃક્ષો વવાય ચુક્યા છે અને તેનું જતન પણ કરવામાં આવી રહ્યું છે. લોખંડના પીજરા સામે વૃક્ષોનું સલામત રીતે આરોપણ કરવામાં આવ્યા બાદ આખુ વર્ષ ટેન્કર ભાડે રાખી તેને પાણી પીવડાવવામાં આવે છે. કોઈ કારણથી રોપાને નુકસાન થયું હોય તેની જગ્યાએ બીજા રોપાનું વાવેતર કાર્યકરો કરી આપે છે.પડધરી તાલુકાની તમામ સરકારી ખરાબાની જમીન અને જાહેર સ્થળોએ ૨ લાખ ૮૭ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું જણાવી તેઓએ ઉમેર્યું હતું કે એક સમયે અહીં ગાંડા બાવળ ઉભા હતા, પરંતુ આજે હરીયાળા વૃક્ષો કતારબંધ જોવા મળે છે. લીલાછમ વૃક્ષોથી શોભતા માર્ગો જેમ શહેરની અલગ ઓળખ ઉભી કરી રહ્યાં છે તેમ સૌરાષ્ટ્રને જોડતા હાઈવે પણ હરીયાળી થકી કાઠીયાવાડની પ્રાકૃતિક શોભામાં વધારો કરશે.

 
બળદ આશ્રમ :

       સંસ્થાએ એક અનોખી પ્રવૃત્તિનો આરંભ કરીને, તદ્દન નવો ચીલો ચાતર્યો છે. એ પ્રવૃત્તિ એટલે 'બળદ આશ્રમ' એટલે કે બળદો માટેનો આશ્રમ. ગૌવંશનું હિત જોનારી આપણી સંસ્કૃતિમાં ગાયોની માવજત, સારવાર અને સેવા તો સહુ કરે છે. પણ બળદો પ્રત્યે સમાજમાં સંપૂર્ણપણે દુર્લક્ષ્ય સેવાતું જોવા મળ્યું છે. ત્યારે સંસ્થા દ્વારા ખાસ નોધારા, અશક્ત અને બીમાર બળદો માટે 'બળદ આશ્રમ' બનાવવાની પહેલ કરવામાં આવી. સંસ્થાના આ નવા પરિમાણથી, આજ સુધી તરછોડાયેલી સ્થિતિ પામેલા ગૌવંશના અબોલ જીવને બચાવવાની ખેવના સાકાર થઇ રહી છે. સંસ્થાનાં આ નવતર પ્રયાસ થકી અત્યારે 700 જેટલા બળદો સંસ્થાના આશ્રિત છે. જ્યારે સંસ્થાનું લક્ષ્ય 10,000 બળદોને આશરો આપવાનું છે.

સદભાવના વૃદ્ધાશ્રમ સંપર્ક : (મો. 80002 88888)

વધુ માહિતી માટે  : www.facebook.com/SadbhavnaVrudhashram

સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સતત પર્યાવરણને પીરસાતો પુરસ્કાર

અત્યાર સુધીમાં 100 મિયાવાકી જંગલ વસાવ્યા

 
શહેરોમાં જ જંગલોનું નિર્માણ કરવાની મિયાવાકી પદ્ધતિ જાપાનનાં વૈજ્ઞાનિક અકીરા મિયાવાકી દ્વારા વિકસાવવામાં આવી છે. જાપાનમાં જમીન ખૂબ ઓછી હોવાથી જંગલ ઉછેરની આ પદ્ધતિ તેમણે વિકસાવી હતી જેનું અનુકરણ આજે સમગ્ર વિશ્વ કરી રહ્યું છે. આ પદ્ધતિનો ઉદ્દેશ્ય ઓછી જમીનમાં, ઓછા પાણીથી સઘન વનરાજી ઊભી કરવાનો છે. જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી જંગલોનું નિર્માણ કરવા માટે વૃક્ષને છુટાછવાયા વાવવાને બદલે દોઢથી બે ફૂટના અંતરે ઝાડ વાવવામાં આવે છે. ઓછામાં ઓછી 4×3 મીટર જગ્યામાં આ થઈ શકે છે. આ પદ્ધતિથી વાવેલા વૃક્ષો બીજા વૃક્ષો કરતા 30 ગણા ઘાટા થાય છે અને 10 ગણા ઝડપી વધે છે. તેને ફકત ઉપરથી સૂર્ય પ્રકાશ મળવો જોઈએ અને 3 વર્ષ માટે નીચે મૂળમાં પાણી મળવું જોઈએ. આ રીતે પર્યાવરણને, પશુ-પક્ષીને તથા તમામ જીવસૃષ્ટિને ઉપયોગી એવું ફળ, ફૂલ અને ઓકિસજન પાર્ક જેવું બની જાય છે. મિયાવાકી પદ્ધતિથી વૃક્ષ વાવ્યા પછી એકવાર મૂળિયાં સ્થપાઈ ગયા બાદ, જંગલનું ઉપર તરફ વધવાનું શરૂ થઇ જાય છે ત્યારબાદ બે થી ત્રણ વર્ષ સુધી પાણી આપતા રહેવું પડે છે. તે દરમિયાન ઉગી નીકળેલા નકામાં ઘાસને કાઢી નાખવામાં આવે છે જેથી વૃક્ષોનાં વિકાસમાં અવરોધ પેદા ન થાય. જેમ-જેમ જંગલ વધતું જાય છે તેમ-તેમ સુર્યપ્રકાશ રોકાતો જાય છે. અંતે જંગલ એટલું ઘટ્ટ બની જાય છે કે સૂર્યપ્રકાશ જમીન સુધી પહોંચી શકતો નથી અને નકામું ઘાસ ઉગવાનું બંધ થઇ જાય છે. આ સ્તરે જંગલ પાણીનાં દરેક ટીપાનું સંરક્ષણ કરે છે અને તેને વરાળ બનીને વાતાવરણમાં ભળતા અટકાવે છે તથા ભેજવાળી હવાનું સંઘનન કરીને ભેજ પાછો મેળવે છે. ધીરે-ધીરે આ વૃક્ષોને પાણી આપવાનું ઓછુ કરીને અંતે બંધ કરી દેવામાં આવે છે. પાણી વગર પણ જંગલનું તળિયું ભેજવાળું રહે છે

જયારે પાંદડા જંગલની જમીન પર પડે છે ત્યારે તરત જ સડવા માંડે છે. આ સડેલો જૈવિક કચરો ખાતર બનીને જંગલને ખોરાક પૂરો પાડે છે. જેમ જંગલ વધતું જાય છે, તેમ વધુને વધુ પાંદડાઓ ખાતર બને છે અને જંગલનો વિકાસ ઝડપી બને છે અને જંગલ પોતાની જાતે જ વધતું જાય છે. જો વૃક્ષોને અલગ-અલગ રીતે વાવવામાં આવે તો તે આટલી જલ્દી વધી શકતા નથી. આમ આ જંગલનાં વૃક્ષો સામૂહિક રીતે એક બીજાનો સાથ આપીને કુટુંબની જેમ આગળ વધે છે અને જોત જોતામાં 100 વર્ષે બનતું જંગલ 10 વર્ષમાં તૈયાર થઇ જાય છે. વર્તમાન સમયમાં રાજકોટનાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ દિશામાં ખૂબ સારું કાર્ય કરી રહયું છે જેમાં સાથે દાતા પરીવારોનો સહયોગ અને સદભાવના વૃધ્ધાશ્રમ સ્ટાફ મિત્રોનો સહયોગ રહ્યો છે. રાજકોટ, જામનગર, મોરબી રોડ, ભાવનગર રોડ, પાલીતાણા સુધી સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વવાયેલા અઢળક વૃક્ષો તેમજ 100 જેટલાં મિયાવાકી જંગલો જોવા મળે છે.

 

  રાજકોટની ભાગોળે, રામપર ગામ ખાતે 200 કરોડના ખર્ચે સર્જાય રહ્યું છે સદભાવના ધામ

  વૃદ્ધાશ્રમ, પર્યાવરણ , માનવ સેવા, જીવદયા સહિતની પ્રવૃતિઓનું સેવાકીય વ્યાપ વધશે

  શરૂઆતનાં તબક્કે 2100 પથારિવશ વડીલોને આખા ભારતમાંથી આશ્રય અપાશે. તમામ મેડિકલ સુવિધાઓ વિનામૂલ્યે અપાશે.

  જોવા લાયક, જાણવા લાયક, જીવનમાં ઉતારવા લાયક સેવાતીર્થ બનશે સદભાવના ધામ

 

વર્ષે લખો લોકો,યાત્રાળુઓ દેશ વિદેશ માંથી મુલાકાત લેશે. ભજન-ભોજન-સેવાનો ત્રિવેણી સંગમ સર્જાશે. સ્વસ્થ, સુદ્રઢ, સેવામાય સમાજનું નિર્માણ કરવામાં સહભાગી બનશે સદભાવના ધામ. સમગ્ર ભારતમાં બીમાર, વયોવૃદ્ધ, અશક્ત, લાચાર, પથારિવશ, અબોલ જીવો કે પછી દર્દીનારાયણ-દરિદ્રનારાયણ ને શાતા પહોંચાડવા સતત પરિણામ લક્ષી કામગીરી કરશે સદભાવના ધામ.

 

પાલીતાણામાં વૃક્ષો વાવી આ પવિત્ર નગરીને હરીયાળી બનાવશે.

> પાવન તીર્થધામ પવિત્ર પાલીતાણાને પક્ષીઓનું અનક્ષેત્ર બનાવાશે.

> વૃક્ષ એ પક્ષીઓનું કાયમી ભોજનાલય છે.

>  કોઈ પણ વ્યક્તિ એક વૃક્ષ દત્તક લઇ પક્ષીઓને આશ્રય અને ભોજન આપવામાં નિમિત બની શકે છે.

> મહાવીર ભગવાનને એક વૃક્ષ અર્પણ કરો.

સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સમગ્ર ભારતમાં સૌથી મોટું પીપળાનું વાવેતર રાજકોટ પાસેનાં વાગુદડ ગામમાં થઈ ગયું છે. જે જંગલમાં ૫૦૦૦ પીપળાનાં આશરે ૧૨ ફૂટનાં વૃક્ષો વાવવામાં આવ્યાં છે તથા આ તમામ ઝાડનાં રક્ષણ માટે ૯ ફૂટ ઉચી ફેન્સીંગ કરવામાં આવી છે. રાજકોટ શહેરની નજીક આવેલું એક નાનકડું વાગુદડ ગામ આજે સમગ્ર ભારતમાં ઉદાહરણ રૂપ બની ગયેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં કોઈએ પણ આવું મોટું પીપળાનું જંગલ ક્યારેય પણ ઉભું કરેલ નથી.

પ્રેસ કોન્ફરન્સમાં પત્રકાર મિત્રોને સદભાવના ધામ અંગેની માહિતી, ભાવિ ઉદ્દેશો અને આયોજનોની સ્પષ્ટતા સંસ્થાના યુવા પ્રમુખ વિજયભાઈ ડોબરીયાએ આપી હતી. જાણીતા ઉદ્યોગપતિ - દાતા પ્રતાપભાઈ પટેલે વિશેષ માહિતી આપી હતી, પ્રેસ કોનફરન્સની આભાર વિધિ ધીરુભાઈ કાનાબારે અને સંચાલન મિત્તલ ખેતાણીએ કર્યું હતું.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.