સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે વિનામૂલ્યે સેમિનાર યોજાશે
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે વિનામૂલ્યે સેમિનાર યોજાશે
રાજકોટ તા. ૧૮ જુલાઈ -સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે તા. ૨૦ જુલાઇ સાંજે ચાર થી છ કલાક દરમિયાન પ્લેનેટોરિયમ બિલ્ડીંગ લોકવિજ્ઞાન કેન્દ્ર રેસકોર્સ ખાતે શ્રીઅરવિંદભાઈ જનકલ્યાણ ટ્રસ્ટ અને સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન અને મહાનગરપાલિકા સ્થાપિતશ્રી ઓ.વી.શેઠ પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્રના સહયોગથી વિનામૂલ્યે સેમિનાર યોજાશે.
જી.પી.એસ.સી, યુ.પી.એસ.સી, પી.એસ.આઇ., કલાર્ક, કોન્સ્ટેબલ જેવી પરીક્ષાઓની તૈયારી ઉમેદવારો કઈ રીતે કરી શકે ? ક્યા ક્યા ઉપલબ્ધ સ્રોતોનો ઉપયોગ કરી શકાય? ટેકનોલોજીની મદદથી સ્માર્ટ વર્ક કરતા કરતા, હસતાં રમતાં સરકારી નોકરી કઈ રીતે મેળવવી? તે અંગેનો એક વિનામૂલ્યે સેમીનાર તજજ્ઞ તરીકે જાણીતા યુ-ટયુબર અને શિક્ષણવિદ શ્રી જયેશભાઈ વાઘેલા માર્ગદર્શન આપશે. ધોરણ ૧૧, ૧૨, કોલેજ કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કે જેઓ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે કે કરવા માંગે છે, તેઓ ચોક્કસ આ નિઃશુલ્ક સેમિનારમાં જોડાઇ શકે છે તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.