તાલુકા પંચાયત પ્રમુખ ની અધ્યક્ષતામાં ગરબાડા માધ્યમિક શાળા ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરાયું.
ગરબાડા માધ્યમિક શાળા ખાતે ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર ની અધ્યક્ષતામાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના ખેડૂતોને રવિ પાકોની આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુસર રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૩ કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજાયો હતો જેમાં ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓ તેમજ રવિ પાકો અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ શાખાના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા તેમજ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું અને લાભાર્થી ખેડૂતોને પૂર્વ મંજૂરીના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગરબાડા તાલુકા વિકાસ અધિકારી,કૃષિ યુનિ. ના વૈજ્ઞાનિક,ભાજપ પ્રમુખ પ્રજિતસિંહ રાઠોડ,ગરબાડા સરપંચ અશોક રાઠોડ,તાલુકા સભ્યો,જિલ્લા સભ્યો,કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.