સુરત પાલિકાના સીટી લાઈટ સાયન્સ સેન્ટર ખાતે ખોજ મ્યુઝિયમ બનાવવામાં આવશે
- મ્યુઝિયમમાં થીમ બેઝ બે ગેલેરી સાથે ઈનોવેશન સેન્ટર પણ શરૂ કરવા માટે આયોજન સુરત,તા.26 જુલાઈ 2022,મંગળવારસુરત મ્યુનિ.ના એક સદી જેટલા જુના મ્યુનિઝમના સ્થળાંતર બાદ સુરતના સરદાર પટેલ મ્યુઝિયમને નવો જ લુક આપવામાં આવી રહ્યો છે. આ મ્યુઝિયમ વધુ લોકપ્રિય બને તે માટે આગામી દિવસોમાં આ મ્યુઝિયમમાં ખોજ મ્યુઝિયમ બનાવવા માટે કવાયત થઈ રહી છે. ઓપન ઈનોવેટીવના આધારે સાયન્સ મ્યુઝિયમ માટે આયોજન થઈ રહ્યું છે. સુરત પાલિકાના સાયન્સ સેન્ટર ખાતે આવેલા મ્યુઝિયમમાં બે થીમ બેઈઝ ગેલેરી તથા એક્ટીવીટી એરિયા-ઇનોવેશન સેન્ટર ડેવલપ કરવામાં આવશે. સુરત સાયન્સ સેન્ટર ખાતે આવેલા મ્યુઝિયમ ગ્રાઉન્ડ સહિત પહેલો માળ મળીને 1200 ચોરસ મીટર જગ્યામાં વિજ્ઞાન વિષયને આધારીત ખોજ મ્યુઝિયમ સ્થાપવા અંગે ગુજરાત સીએસઆર ઓથોરિટી દ્વારા પત્ર લખીને રજુઆત કરવામાં આવેલ હતી. જે સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા આગામી પાંચ વર્ષ સુધી મ્યુઝિયમની ખાલી પડેલી જગ્યામાં ખોજ મ્યુઝિયમ બનાવવા રજૂઆત કરવામાં આવી છે. પાલિકાના મ્યુઝિયમમાં બે અલગ-અલગ થીમ બેઈઝ ગેલેરી અને એક્ટીવીટી એરિયા સહિત ઇનોવેશન સેન્ટર ડે લવપ કરવામાં આવશે. આ માટે સુરત મહાનગર પાલિકાને કોઈપણ આર્થિક ભારણ રહેશે નહીં. પણ સુરત મહાનગરપાલિકા દ્વારા ઈલેક્ટ્રીસીટી, એ.સી., હાઉસકીપીંગ, સિક્યોરિટી અને સીસીટીવી સહિત મેઈન્ટેનન્સની સુવિધાઓ નિઃશુલ્ક પુરી પાડવામાં આવશે.સાયન્સ સેન્ટર ખાતે ખાલી પડેલી જગ્યામાં ખોજ મ્યુઝિયમ સ્થાપવા પાછળનો મુખ્ય હેતુ શહેરના વિદ્યાર્થીઓ સહિત શહેરીજનોને વિજ્ઞાન વિષયક વધુ બે ગેલેરી અને એક્ટીવીટી એરિયા તથા ઇનોવેશન સેન્ટરનો લાભ મળશે. અલબત્ત, ગેલેરીની થીમ દર વર્ષે બે વખત બદલવાની રહેશે અને તેના કારણે મુલાકાતીઓને દર વખતે નવી થીમ નિહાળવાનો લાભ પણ મળશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.