જસદણની સોલીટેર સોસાયટીમાં વર્ષો બાદ પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરાઈ. - At This Time

જસદણની સોલીટેર સોસાયટીમાં વર્ષો બાદ પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરાઈ.


જસદણની સોલીટેર સોસાયટીમાં વર્ષો બાદ પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરાઈ.
- સોસાયટીના વિકાસના અધૂરા પડેલા કામોને પૂર્ણ કરવા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો.
- આ સોસાયટીને સીસીટીવી કેમેરા સહિતની વિવિધ સુવિધાઓથી સજ્જ બનાવવા માટેના નવી કમિટીની નિમણુંક કરવામાં આવી હતી.
જસદણમાં આટકોટ રોડ પર આવેલ સોલીટેર સોસાયટીમાં 150 થી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ સોસાયટીના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની જગ્યાઓ ખાલી પડી હતી હોવાથી સોસાયટીનો વિકાસ દિવસેને દિવસે રૂંધાઈ રહ્યો હતો. જેથી જસદણના ડાયમંડ એસોસિએશનના પ્રમુખ પી.વી.ભાઈ ભાયાણીના અધ્યક્ષસ્થાને સોલીટેર સોસાયટીના હજારો રહીશોની ઉપસ્થિતિમાં એક ખાસ બેઠક યોજાણી હતી. જેમાં સોલીટેર સોસાયટીના પ્રમુખ પદે દિપકભાઈ રવિયાની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. સાથોસાથ સોસાયટીના ઉપપ્રમુખ પદે પી.વી.ભાઈ ભાયાણી, ઘનશ્યામભાઈ સતાણી, ડો.કેતનભાઈ વાઘેલા, નીલેશભાઈ તોગડીયા અને કે.ટી.ભાઈ ટાઢાણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જ્યારે ખજાનચી તરીકે હિતેશભાઈ કાસુંદરીયાની તેમજ માર્ગદર્શક તરીકે લાભુભાઈ કાકડીયાની વરણી કરવામાં આવી હતી. આ તકે સોસાયટીની દરેક શેરીમાં જવાબદાર વ્યક્તિ તરીકેની પસંદગી પણ કરવામાં આવી હતી. જેમાં શેરી નંબર-1 માં સંજયભાઈ મેસુરીયા, શેરી નંબર-2 માં નાનજીભાઈ મજેઠીયા અને શીવાભાઈ, શેરી નંબર-3 માં હિતેશભાઈ કાસુંદરીયા અને નરેન્દ્રભાઈ, શેરી નંબર-4 માં હસુભાઈ અને વી.કે.ભાઈ તેમજ શેરી નંબર-5 માં લાભુભાઈ કાકડીયાને જવાબદારી સોંપવામાં આવી હતી. આ બેઠકમાં જસદણ નગરપાલિકાના વોર્ડ નંબર-5 ના કોર્પોરેટર નરેશભાઈ ચોહલીયા, બાબુભાઈ ટાઢાણી, નટુભાઈ ચાવડા, રમેશભાઈ કાછડીયા, ચંદુભાઈ ધાનાણી, ધર્મેશભાઈ મિયાત્રા, છગનભાઈ પરમાર સહિતના વિવિધ સમાજના આગેવાનો અને સ્થાનિક રહીશો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રીપૉર્ટ નરૅશ ચૉહલીયા જસદણ
મૉ 9662480148


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.