વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવણી બીઆરસી મેંદરડા રિસોર્સ રૂમ ખાતે ઉજવણી - At This Time

વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવણી બીઆરસી મેંદરડા રિસોર્સ રૂમ ખાતે ઉજવણી


વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવણી બીઆરસી મેંદરડા રિસોર્સ રૂમ ખાતે ઉજવણી

મેંદરડા વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવણી મેંદરડા તાલુકો બીઆરસી મેંદરડા રિસોર્સ રૂમ ખાતે... વિશ્વ દિવ્યાંગ દિવસ અને વિશ્વ માનસિક દિવ્યાંગ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ... દિવ્યાંગજનો ના સ્વીકાર, સમાવેશ અને સુગમ્યયતા ની જનજાગૃતિ અર્થે મેંદરડા ની બજાર માં દિવ્યાંગ બાળકો ની આગેવાનીમાં લોકજાગૃતિ રેલી કાઢવામાં આવેલ, બાદ માં એકસપ્લોઝર માં દેવસ્થાન અને બાળઉધ્યાન ની મુલાકાત કરેલ જ્યાં બાળકો ને સ્પે ખેલમહાકુંભ ની રમતો ની પ્રેક્ટિસ તથા ફનગેમસ રમાડેલ બાદ માં રિસોર્સ રૂમ પર ક્ષમતા આધારીત કૌશલ્ય પ્રવૃતિઓ અને વાલી માર્ગદર્શન આપી ભોજન બાદ કાર્યક્રમ પૂર્ણ કરેલ આ ઉજવણીમાં કુલ ૩૪ બાળકો અને તેમના ૨૩ વાલીઓ સહિત ૫૭ જેટલા લાભાર્થીઓ‌ હાજર રહેલ...અતિથિ વિશેષ માં શ્રીજી સંસ્થા ના સંચાલક કૌશિક જોષીભાઇ તથા તેમની સંસ્થા ના દિવ્યાંગ બાળકો ઉપસ્થિત રહેલ...આ સમગ્ર કાર્યક્રમ જીલ્લા આઇઈડી કો ઓર્ડીનેટર શ્રી ગોપાલભાઇ પંડયા તથા બીઆરસી કો ઓર્ડીનેટર જયેશભાઇ સાવલીયા ના માર્ગદર્શન હેઠળ મેંદરડા તાલુકાના તમામ આઇઈડી યુનિટ ના વિશેષશિક્ષકો અલ્પેશભાઇ વાળા, હિરલબેન ભટ્ટ તથા વર્ષાબેન સાપરા, ભુપતભાઇ ડાવરા, કૈલાશબેન બાલધા, પારુલબેન રાડદીયા, જ્યોત્સનાબેન તથા અરવિંદભાઇ કુંભાણી ના પ્રયાસથી સફળરીતે પૂર્ણ કરેલ...

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.