દહેગામમાં ખરીફ વાવેતર 101 ટકાથી વધ્યું : મગફળીમાં નંબર 1 - At This Time

દહેગામમાં ખરીફ વાવેતર 101 ટકાથી વધ્યું : મગફળીમાં નંબર 1


જિલ્લાનું કુલ વાવેતર ૯૧ ટકા પર પહોંચી ગયુંવરિયાળી અને સરગવા પાકનું વાવેતર પણ માત્ર દહેગામ તાલુકાના ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છેગાંધીનગર : ગાંધીનગર જિલ્લાનો વરસાદ ૮૬ ટકાને પાર થવા સાથે ઉઘાડ પણ
નીકળ્યો છે. ત્યારે જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર ૯૧ ટકા પર પહોંચી ગયું છે. તેમાં
દહેગામ તાલુકામાં મોસમનું વાવેતર ૧૦૧ ટકા નોંધાયું છે. દહેગામ તાલુકામાં જ
મગફળીનું સૌથી વધુ વાવેતર પણ થયું છે. જ્યારે સરગવો અને વરીયાળીનું વાવેતર પણ
માત્ર દહેગામ તાલુકાના ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે.ગાંધીનગર જિલ્લામાં વિવિધ પાકના વાવેતરના આંકડા જોઇએ તો
સૌથી વધુ ઘાસચારાનું ૩૩,૦૪૩
હેક્ટરમાં, કપાસનું
૨૦,૫૬૮, દિવેલાનું ૧૭,૦૨૮, શાકભાજીનું ૧૩,૫૮૩, ડાંગરનું ૧૨,૬૦૧, મગફળીનું ૧૧,૮૭૧, ગુવારનું ૩,૧૧૨, મગનું ૧,૬૧૬, બાજરીનું ૧,૦૪૪, અડદનું ૮૪૧, તલનું ૪૪૮, વરીયાળીનું ૪૨૩, સોયાબીનનું ૧૫૭, મઠનું ૧૧૮, સરગવાનું ૨૬, મકાઇનું ૧૪, 
તુવેરનું ૭ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.

જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવવા પ્રમાણે દહેગામ તાલુકામાં
૪૦,૭૬૫ હેક્ટરની
સરેરાશ સામે ૪૧,૦૫૩
હેક્ટરમાં મળીને ૧૦૧ ટકા વાવેતર સંપન્ન થયું છે. જ્યારે માણસા તાલુકામાં ૨૭,૪૧૮ની સરેરાશ
સામે ૨૬,૯૯૯
હેક્ટરમાં મળીને ૯૮ ટકા ઉપરાંત વાવેતર થઇ ચૂક્યુ છે. ગાંધીનગર તાલુકામાં ૩૨,૭૪૬ની સામે ૨૭,૭૦૦ હેક્ટરમાં
મળીને ૮૫ ટકા વાવેતર થયું છે. જ્યારે કલોલ તાલુકામાં ૨૮,૬૪૯ હેક્ટરની
સરેરાશ સામે ૨૧,૨૧૧
હેક્ટરમાં મળીને ૭૪ ટકા વિસ્તારમાં ખેડૂતો દ્વારા વાવણી કરી દેવામાં આવી છે.
જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ મુજબ ૧,૨૯,૫૭૮ હેક્ટરમાં
ખરીફ પાકનું વાવેતર થાય છે. તેની સામે ચાલુ મોસમમાં ૧,૧૬,૯૬૩ હેક્ટર
વિસ્તારમાં ખેડૂતો દ્વારા ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.