રાહુલ ગાંધી પર કોંગ્રેસ અધ્યક્ષ બનવા દબાણ કરીશું: ખડગે - At This Time

રાહુલ ગાંધી પર કોંગ્રેસ અધ્યક્ષ બનવા દબાણ કરીશું: ખડગે


- પાર્ટીમાં રાહુલ ગાંધી સિવાય કોઈ પણ નેતા અખિલ ભારતીય અપીલ ન ધરાવતા હોવાનો દાવોનવી દિલ્હી, તા. 27 ઓગષ્ટ 2022, શનિવારકોંગ્રેસના વરિષ્ઠ નેતા એમ. મલ્લિકાર્જુન ખડગેના કહેવા પ્રમાણે રાહુલ ગાંધીને ફરી કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે કારણ કે, પાર્ટીમાં તેમના સિવાય કોઈ પણ નેતા અખિલ ભારતીય અપીલ નથી ધરાવતા. રાજ્યસભામાં વિપક્ષના નેતાએ જણાવ્યું કે, પાર્ટીનું નેતૃત્વ કરવા માટે ઈચ્છુક એવી કોઈ પણ વ્યક્તિ દેશભરમાં જાણીતી હોવી જોઈએ. તેના પાસે કાશ્મીરથી શરૂ કરીને કન્યાકુમારી સુધીનું અને ગુજરાતથી શરૂ કરીને પશ્ચિમ બંગાળ સુધીનું સમર્થન હોવું જોઈએ. ખડગેના કહેવા પ્રમાણે કોંગ્રેસ અધ્યક્ષ સમગ્ર કોંગ્રેસ પાર્ટીમાં જાણીતી અને સ્વીકૃત હોય તેવી વ્યક્તિ હોવી જોઈએ. પાર્ટીમાં આ પ્રકારનું કદ કોઈ નેતાનું નથી. તમામ વરિષ્ઠ નેતાઓએ સોનિયા ગાંધીને પાર્ટીમાં સામેલ થવા અને કામ કરવા માટે 'વિવશ' કર્યા હતા અને રાહુલ ગાંધીને સામે આવીને લડવા વિનંતી કરી હતી. આ ઉપરાંત તેમણે પાર્ટીમાં રાહુલ ગાંધી સિવાય અન્ય કોઈ વિકલ્પ હોય તો બતાવો તેવો સવાલ પણ કર્યો હતો. ખડગેએ રાહુલ ગાંધી પદ સંભાળવા માટે તૈયાર ન હોવા મામલે જણાવ્યું કે, તેમને વિનંતી કરવામાં આવશે અને પાર્ટી માટે, દેશ માટે, RSS-ભાજપ સામે લડવા અને દેશને એકજૂથ બનાવી રાખવા કાર્યભાર સંભાળી લેવા કહેવામાં આવશે. પૂર્વ કેન્દ્રીય મંત્રીના કહેવા પ્રમાણે તેઓ રાહુલ ગાંધીને પુછશે અને મજબૂર કરશે અને કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પાછા આવવા વિનંતી કરશે. આ પણ વાંચોઃ રાહુલના નકારા બાદ વધુ એક મહિનો ટળ્યું કોંગ્રેસ અધ્યક્ષ પદનું ઈલેક્શન


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.