ખડગેએ કહ્યું- ભાજપ અને RSS ઝેર સમાન છે:આવા ઝેરી સાપને મારવા જોઈએ, ભાજપે કહ્યું- આ ઉશ્કેરણીજનક ભાષણ છે, EC કાર્યવાહી કરે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે ભાજપ અને RSSને ઝેરી સાપ સાથે સરખાવ્યા હતા. સાંગલીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેએ કહ્યું- ભારતમાં જો રાજકીય રીતે સૌથી ખતરનાક કંઈ હોય તો તે ભાજપ અને RSS છે. તેઓ ઝેર જેવા છે. જો સાપ કરડે છે, તો તે વ્યક્તિ (જેને કરડ્યો છે) મૃત્યુ પામે છે. આવા ઝેરી સાપને મારી નાખવા જોઈએ. ખડગેના નિવેદન સામે ભાજપે વાંધો વ્યક્ત કર્યો છે. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું- ખડગેનું નિવેદન ઉશ્કેરણીજનક છે અને ચૂંટણી પંચે તેને ધ્યાનમાં લેવું જોઈએ. ચૂંટણી પંચે તેની સામે કાર્યવાહી કરવી જોઈએ. જો કોંગ્રેસ-MVA સરકાર સત્તામાં આવશે તો તેમને સમર્થન ન આપનારા લોકોના જીવ જોખમમાં મુકાશે. ખડગેના ભાષણમાંથી 2 મોટી વાતો 1. મોદીની સત્તાની ભૂખ ખતમ નથી થઈ રહી ખડગેએ કહ્યું- મોદીની સત્તાની ભૂખ ખતમ નથી થઈ રહી. મોદી ગઈકાલ સુધી અહીં હતા. આજે તે વિદેશમાં છે. મણિપુર ભડકે બળી રહ્યું છે, લોકો મરી રહ્યા છે, આદિવાસી મહિલાઓનું અપમાન થઈ રહ્યું છે અને મહિલાઓ પર બળાત્કાર થઈ રહ્યો છે, પરંતુ મોદીએ ક્યારેય મણિપુરની મુલાકાત લીધી નથી. હું તેમને કહેવા માંગુ છું કે તેઓ પહેલા તેમના ઘરની સંભાળ રાખે. બાદમાં તમે ગમે ત્યાં જઈ શકો છો. 2 ઝાંસીમાં 10 બાળકોના મોત, પણ યોગીનો પ્રચાર અટકવાનું નામ નથી રહ્યો રહ્યું મહારાષ્ટ્ર ચૂંટણીમાં પ્રચાર કરનારા નેતાઓની સંખ્યા ચૂંટણી લડનારા ઉમેદવારોની સંખ્યા કરતાં વધુ છે. અહીં વડાપ્રધાન, ગૃહમંત્રી અને અન્ય નેતાઓ આવ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ અહીં હતા. તેમને શું ખબર નથી. ઉત્તર પ્રદેશના ઝાંસીની એક હોસ્પિટલમાં લાગેલી આગમાં 10 બાળકોના મોત થયા છે. આમ છતાં મહારાષ્ટ્રમાં તેમની જાહેરસભાઓ બંધ થઈ ન હતી. કોંગ્રેસ 2019 કરતા ઓછી સીટો પર લડી રહી છે 2019ની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં કોંગ્રેસ આ વખતે ઓછી સીટો પર ચૂંટણી લડી રહી છે. ગત વખતે કોંગ્રેસે 147 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આ વખતે 44 ઓછા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. કોંગ્રેસે એમવીએમાંથી 103 ઉમેદવારો, ઉદ્ધવ જૂથે 89 અને શરદ પવાર જૂથે 87 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.