ટીંબાકંપા ગામે નિશુલ્ક નિદાન મેડિકલ કેમ્પ યોજવામા આવ્યો
હિંમતનગર તાલુકાના ટીંબાકંપા ગામે કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ ૨૪ કંપા ગૃપ હિંમતનગર યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા પ્રમુખ મુકેશભાઈ પટેલ અને ડૉ. મહેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મેડિકલ કેમ્પ યોજાયો હતો. ૧૩૫ મહિલાઓની ગર્ભાશય અને કેન્સર સ્કેનિંગની નિષ્ણાત ડોક્ટરો દ્વારા તપાસ કરાઈ હતી. આ નિદાન કેમ્પમાં ૧૭૦ વ્યક્તિઓને કોલેસ્ટ્રોન- થાઇરોઈડ, ૧૯૦ વ્યક્તિને ડાયાબિટીસની તપાસ કરી સારવાર અંગે માર્ગદર્શન અપાયું હતું. આ કેમ્પમાં યુવાન ભાઈ બહેનોએ ૩૫ બોટલ રક્તદાન કરી સહયોગ આપ્યો હતો. મેડિકલ કેમ્પમાં કુલ ૫૩૦ મહિલા- પુરુષો અને બાળકોએ મેડિકલ કેમ્પની સેવાનો લાભ લીધો હતો. હિંમતનગરના નિષ્ણાત નામાંકિત તબીબો ઉપસ્થિત રહી મેડિકલ કેમ્પમાં સેવા બજાવી હતી.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.