ગાળો બોલવાની ના પાડતાં ફ્લોર મીલના સંચાલકને પાડોસીએ મારી નાંખવાની ધમકી આપી
દેવનગર શેરીમાં ગાળો બોલવાની ના પાડતાં ફ્લોર મીલના સંચાલકને પાડોસીએ મારી નાંખવાની ધમકી આપતા માલવીયાનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. બનાવ અંગે પુષ્કરધામ મેઈન રોડ પર રહેતાં કિરીટભાઈ જેઠાભાઈ વાઢેર (ઉ.વ.53) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે હિતેષ મુકેશ રાઠોડનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ દેવનગર શેરી નં.1 માં અનાજ દળવાની ઘંટી ચલાવે છે.
ગઈકાલે રાત્રીના સાડા આઠેક વાગ્યાની આસપાસ તેઓ ઘંટી ઉપર હતાં ત્યારે ઘંટીની સામે રહેતો હિતેશ રાઠોડ તેના ઘરની બહાર ગાળો બોલતો હતો.જેથી ઘંટી ઉપર મહિલા ગ્રાહકો હોય ગાળો બોલવાની ના પાડતા હિતેશ ગાળો આપવા લાગેલ અને કહેલ કે , તારી ઘંટી બંધ કરી દે જે અને દરમીયાન બાજુમાં રહેતા મનુભાઈ વાણીયા આવી ગયેલ અને તેણે આરોપીને સમજાવવાની કોશીશ કરતા તેને પણ ગાળો આપવા લાગેલ હતો.
જેથી 100 નંબર ડાયલ કરતાં આરોપીએ કહેલ કે, હવે પછીથી અહિ આવી તારી ઘંટી ચાલુ કરી તો તને જીવતો નહિ રહેવા દઉં તેમ ધમકી આપી નાસી છૂટ્યો હતો. બનાવ અંગેની ફરિયાદ પરથી માલવીયાનાગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.