મારી મુશ્કેલીનું નિરાકરણ નથી, સ્યુસાઇડ નોટ લખી કોલેજીયન યુવાને ફાંસો ખાઈ જીવ દીધો - At This Time

મારી મુશ્કેલીનું નિરાકરણ નથી, સ્યુસાઇડ નોટ લખી કોલેજીયન યુવાને ફાંસો ખાઈ જીવ દીધો


શહેરના કરણપરા વિસ્તારમાં આવેલી બ્રાહ્મણ સમાજની બોર્ડિંગમાં રહેતા મૂળ સુરતના ડીંડોલી વિસ્તારના આશિષ દેવરાજભાઈ રાય(ઉ.વ.22) એ આજે પોતાના રૂમમાં પંખાના હુક સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.આ બનાવ મામલે એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
તેઓને મૃતક પાસેથી એક સ્યુસાઇડનોટ મળી હતી તેમાં લખ્યું હતું કે,મારી મુશ્કેલીનું કોઈ નિવારણ નથી થઈ શકે તેમ.લખી પગલું ભરી લીધું હતું.તેમજ આશિસે રાત્રે જ તેમના પિતા સાથે વાત કરી હતી. તેમના પિતા સહારા કંપની ના કર્મચારી છે તેઓ આજે પુત્ર આશિષ ને ફોન કરતા હતા ત્યારે આશિષનો મોબાઈલ નો રીપ્લાય આવતા રાજકોટ રહેતા સહ કર્મચારીને ત્યાં તપાસ કરવાનું કહેતા તેઓ બોર્ડિંગે પહોંચી તપાસ કરતા આશિષનો મૃતદેહ ત્યાં લટકતો હતો.યુવાન પુત્રના મોતથી પરિવારમાં શોક છવાયો છે.પોતે રાજકોટમાં જ કોલેજ કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.