મોટાવરાછા સવજી કોરાટ પુલ નીચે ટીખળખોર દ્વારા લગાવાયેલી આગના બનાવમાં ત્રણ દિવસથી પ્રચંડ ધુંમાડાનો ત્રાસ શાંત. સિવિલ ડિફેન્સ અમરોલી ડિવીઝન અને ફાયર ની કામગીરી ફળી અને લાખોના કેબલો સરપણ સળગતા બચ્યા
મોટાવરાછા સવજી કોરાટ પુલ નીચે ટીખળખોર દ્વારા લગાવાયેલી આગના બનાવમાં ત્રણ દિવસથી પ્રચંડ ધુંમાડાનો ત્રાસ શાંત.
સિવિલ ડિફેન્સ અમરોલી ડિવીઝન અને ફાયર ની કામગીરી ફળી અને લાખોના કેબલો સરપણ સળગતા બચ્યા
સુરત મોટા વરાછા સવજી કોરાટ બ્રિજ નીચે આવેલા સ્મશાનના પાછળના ભાગમાં કોઈ ટીખળ ખોર દ્વારા અચાનક જ કચરો સળગાવી આગ લગાવવાની ઘટના બની હતી જે ઘટનાને સિવિલ ડિફેન્સ, અમરોલી ડિવીઝનલ વોર્ડનના ધ્યાને આવતા પોતે ઘટનાનો તાગ લઇ રુબરુ તપાસ કરી તો એટલું બધું કચરું પ્રચન્ડ રીતે સળગતુ હતુ કે ત્રણ દિવસ સુધી મોટા વરાછાના પુલ ઉપરથી જે લોકો ગુજરતા હતા એ લોકોના નાકમાં દમ થઈ રહ્યો હતો, અને સહન ન કરી શકાય તેવી દુર્ગંધ મારતી સ્મેલ વિવિધ પ્રકારનો કચરો સ્મશાનના સરપણ લાકડા, પાછળનો કચરો અને ત્યાં પુરાણ કરવામાં આવેલું હતું એ સમગ્ર સહિત સળગી રહ્યું હતું પરંતુ સુરત મોટા વરાછાના એક જાગૃત નાગરિકને આ બાબતને ધ્યાનમાં આવતા ફાયર કંટ્રોલમાં કોલ કરી અને આજે આ આગને સંપૂર્ણપણે બુજાવી નાખવાની તૈયારી થઈ હતી અને અંતે સર્વને શ્વાસનો દમ લેવાયો, આ ઘટનાની અંદર જો કોઇ પ્રકારે આગ પ્રચંડ રૂપ ધારણ કરે તો મોટા વરાછા બ્રિજની નીચે લાગેલા તમામ ઇલેક્ટ્રિક કેબલો, ઇલેક્ટ્રીક લાઈનો તથા ઇલેક્ટ્રીક પોલ અને ફોન લાઇનને વિશેષ પ્રકારનું નુકસાન થવાની સંભાવના હતી જે સિવિલ ડિફેન્સ સુરતના સમજદાર નાગરિક અને ફાયર ની ટીમ દ્વારા કરવામાં આવી.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.